કાશ્મીર: અનંતનાગમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર 

દક્ષિણ કાશ્મીર (Kashmir) ના બિજબેહરાના વાઘામા ગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. આ અથડામણ (Encounter) માં 2 આતંકીઓનો ખાતમો કરાયો. કાશ્મીર ઝોનના પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે એન્કાઉન્ટરની શરૂઆત અનંતનાગના વાઘા વિસ્તારમાં થઈ. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળો ઘટનાસ્થળના જોઈન્ટ ઓપરેશનમાં આતંકીઓ ઠાર થયા છે. 
કાશ્મીર: અનંતનાગમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર 

નવી દિલ્હી: દક્ષિણ કાશ્મીર (Kashmir) ના બિજબેહરાના વાઘામા ગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. આ અથડામણ (Encounter) માં 2 આતંકીઓનો ખાતમો કરાયો. કાશ્મીર ઝોનના પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે એન્કાઉન્ટરની શરૂઆત અનંતનાગના વાઘા વિસ્તારમાં થઈ. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળો ઘટનાસ્થળના જોઈન્ટ ઓપરેશનમાં આતંકીઓ ઠાર થયા છે. 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ, 3RR સેના (3 રાષ્ટ્રીય રાયફલ્સ) અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકીઓની હાજરી હોવાની બાતમીના આધારે વિસ્તાર ઘેર્યો અને સર્ચ અભિયાન ચલાવ્યું. સુરક્ષાદળોની જોઈન્ટ ટીમે જેવું સંદિગ્ધ સ્થળ ઘેર્યુ તો છૂપાયેલા આતંકીઓએ સર્ચિંગ પાર્ટી પર ફાયરિંગ શરૂ કરી દીધુ અને ત્યારબાદ અથડામણ ચાલુ થઈ. 

જુઓ LIVE TV

કાશ્મીર પોલીસે પણ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણની પુષ્ટિ કરી. અત્રે જણાવવાનું કે જૂન મહિનામાં દક્ષિણ કાશ્મીરમાં આ 14મી અથડામણ છે. જેમાં અત્યાર સુધીમાં 38 આતંકીઓ માર્યા ગયા છે. કાશ્મીરમાં આતંકવાદ શરૂ થયા બાદથી એક મહિનામાં સૌથી વધુ આતંકીઓ આ વર્ષે જૂનમાં માર્યા ગાય છે. આ વર્ષે માર્યા ગયેલા આતંકીઓની કુલ સંખ્યા અત્યાર સુધીમાં 118 થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news