આજે એક દીવો દેશના વીર જવાનોના નામે પ્રગટાવો, જાણો PM મોદીનો સંદેશ
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. પોતાના મંગળ સંદેશમાં પીએમ મોદીએ લખ્યું છે કે તમામ દેશવાસીઓને તહેવારની હાર્દિક મંગળ કામનાઓ.
Trending Photos
નવી દિલ્હી: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. પોતાના મંગળ સંદેશમાં પીએમ મોદીએ લખ્યું છે કે તમામ દેશવાસીઓને તહેવારની હાર્દિક મંગળ કામનાઓ.
પીએમ મોદીએ દર વર્ષની જેમ આ વખતે પણ સરહદવાળી દિવાળીનો સંદેશ આપ્યો હતો. પીએમએ વધુ એક ટ્વીટ કરીને તમામ દેશવાસીઓને આજે આ પાવન અવસરે પોતાના ઘર અને આસપાસ એક દીવો દેશના બહાદુર જવાનોના નામ પર પ્રગટાવવાની અપીલ કરી છે.
सभी देशवासियों को दीपावली की हार्दिक मंगलकामनाएं।
Wishing everyone a Happy Diwali! May this festival further brightness and happiness. May everyone be prosperous and healthy.
— Narendra Modi (@narendramodi) November 14, 2020
આ અગાઉ ભગવાન રામની રાજધાની અયોધ્યામાં દીપોત્સવનો અનોખો નજારો જોવા મળ્યો. જ્યાં લગભગ સાડા પાંચ લાખ દીવડાઓની રોશનીથી રામનગરી અયોધ્યા ઝગમગ જોવા મળી. દિવાળીના અસરે આજે પીએમ મોદી દર વખતની જેમ આ વખતે પણ પોતાની દિવાળી જવાનો સાથે ઉજવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે જેસલમેર બોર્ડર પર ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી શકે છે.
This Diwali, let us also light a Diya as a #Salute2Soldiers who fearlessly protect our nation. Words can’t do justice to the sense of gratitude we have for our soldiers for their exemplary courage. We are also grateful to the families of those on the borders. pic.twitter.com/UAKqPLvKR8
— Narendra Modi (@narendramodi) November 13, 2020
સેના અને એસપીજીએ પ્રવાસની તૈયારીઓ પૂરી કરી
અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દર્ મોદી પોતાની દરેક દિવાળી સરહદ પર ડટેલા સૈનિકો સાથે મનાવે છે. આ વખતે પણ તેમનો સૈનિકો સાથે દિવાળી ઉજવવાનો કાર્યક્રમ લગભગ ફાઈનલ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ વખતે તેઓ સરહદ પર બનેલી લોંગેવાલા પોસ્ટ પર દિવાળી ઉજવશે. આ માટે સેના અને એસપીજી તરફથી તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપી દેવાયું છે.
સીડીએસ અને આર્મી ચીફ સાથે રહેશે
સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીના આ વખતના જેસલમેર પ્રવાસમાં તેમની સાથે સીડીએસ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે પણ સાથે રહેશે. છેલ્લા 7 મહિનાથી લદાખમાં ભારત-ચીન વચ્ચે યુદ્ધ જેવા હાલાત છે આવામાં પીએમ મોદી જેસલમેર પહોંચીને સૈનિકો સાથે દિવાળી ઉજવશે તો જવાનોનો ઉત્સાહ પણ ચોક્કસપણે વધશે.
લોંગેવાલા યુદ્ધ પર બની હતી બોર્ડર ફિલ્મ
લોંગેવાલા પોસ્ટ એ જ જગ્યા છે જ્યાં ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે 1065માં ભીષણ યુદ્ધ થયું હતું. તે વખતે પોસ્ટની સુરક્ષામાં તૈનાત પંજાબ રેજિમેન્ટના 120 જવાનોએ પાકિસ્તાનના 3000 જવાનોને મારી ભગાડ્યા હતા. આ ઘટના પરથી સુપરહિટ ફિલ્મ બોર્ડર બની હતી.
જેસલમેરના પ્રવાસથી ચીન-પાકિસ્તાનને સંદેશ
સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ નરેન્દ્ર મોદીનો આ જેસલમેર પ્રવાસ ખુબ સમજી વિચારીને નક્કી કરાયો છે. આમ કરીને પીએમ મોદી વિસ્તારવાદી ચીન અને આતંકના આકા પાકિસ્તાનને એક સાથે કડક સંદેશ આપશે કે ભારત તેની છીછરી હરકતો સામે ઝૂકશે નહીં અને તે દરેક રીતે તેમને જડબાતોડ જવાબ આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે