ફાનીએ ઓડિશામાં વેર્યો વિનાશ, અત્યાર સુધી 10ના મોત, PM મોદીએ કહ્યું-'પીડિતોની પડખે આખો દેશ'

બંગાળની ખાડીમાં સર્જાયેલા ફાની ચક્રવાતે શુક્રવારે ઓડિશામાં કેર વર્તાવ્યા બાદ હવે તે આજે પશ્ચિમ બંગાળ પહોંચી ગયું છે.

ફાનીએ ઓડિશામાં વેર્યો વિનાશ, અત્યાર સુધી 10ના મોત, PM મોદીએ કહ્યું-'પીડિતોની પડખે આખો દેશ'

નવી દિલ્હી: બંગાળની ખાડીમાં સર્જાયેલા ફાની ચક્રવાતે શુક્રવારે ઓડિશામાં કેર વર્તાવ્યા બાદ મોડી રાતે તે પશ્ચિમ બંગાળ પહોંચ્યું. ફાની તોફાન ખડગપુરમાંથી પસાર થયું ત્યારે અહીં ખુબ ઝડપથી પવન ફૂંકાયો અને ઠેર ઠેર વરસાદના કારણે પાણી ભરાઈ ગયાં. અનેક જગ્યાએ ઝાડ ઉખડી ગયા છે. કોલકાતામાં ભારે વરસાદ પણ પડ્યો. હવે આ વાવાઝોડું ઉત્તર-પૂર્વ દિશા તરફ 90 કિમી પ્રતિ કલાકની ઝડપે વધીને પં.બંગાળ પહોંચ્યું.

The entire nation stands in solidarity with all those affected by the cyclone in different parts.

— Chowkidar Narendra Modi (@narendramodi) May 4, 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે ફાની ચક્રવાતને લઈને ફોન પર વાત કરી. પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે ફાની બાદની સ્થિતિ પર ચર્ચા કરી. તેમણે સીએમ પટનાયકને કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને શક્ય તમામ મદદ કરવાનો ભરોસો વ્યક્ત કર્યો. તેમણે એમ પણ કહ્યું કે જે લોકો ફાનીના કારણે પ્રભાવિત થયા છે તેમના પડખે આખો દેશ છે.  

ભારે વરસાદ અને 175 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતા પવન સાથે ચક્રવાત ફાની શુક્રવાર સવારે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. ફાનીના કારણે ઓડિશામાં આઠ લોકોના મોત થયા છે. દરિયાકાંઠાના રાજ્યોમાં એલર્ટ જાહેર છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. 

પૂર્વ તટ રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાવડા-ચેન્નાઈ માર્ગ ઉપર લગભગ 220 ટ્રેનો રદ કરાઈ છે. તોફાન પશ્ચિમ બંગાળ તરફ આગળ વધવાને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આગામી 48 કલાક માટે પૂર્વનિયોજિત પોતાની તમામ ચૂંટણી રેલીઓને રદ કરી નાખી છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. 

ઓડિશામાં તોફાનના કારણે અનેક ઝાડ ઉખડી ગયા અને ઝૂંપડીઓ નષ્ટ થઈ ગઈ. આ સાથે જ અનેક ગામડાં અને શહેર જળબંબાકાર બની ગયાં. ચક્રવાતી તોફાન ફાનીએ સવારે 8 વાગે રાજ્યની ધાર્મિક નગરી પુરીમાં દસ્તક આપી હતી. બાંગ્લામાં આ તોફાનનું ઉચ્ચારણ ફોની તરીકે પણ થાય ચે. જેનો અર્થ સાપની ફેણ થાય છે. ભારે વરસાદના કારણે પ્રભાવિત વિસ્તારોમાં સ્થિત ઘરો ડૂબી ગયાં. 

વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યાં મુજબ અત્યાર સુધી ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. અનેક વિસ્તારોમાંથી સૂચનાની રાહ જોવાઈ રહી છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સ્થિતિની સમીક્ષા કરી છે. તેમણે કહ્યું કે પુરી જિલ્લાને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યાં ચક્રવાત સૌથી પહેલા ત્રાટક્યું. 

— ANI (@ANI) May 4, 2019

ઓરિસ્સામાં આવેલા ચક્રવાત તોફાન ફાનીએ ઘણી તબાહી મચાવી છે. પુરીમાં જુની ઇમારતો, કાચા મકાનો, અસ્થાયી દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઓરિસ્સામાં તોફાનના કારણે અત્યાર સુધી 8 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે આશરે 160થી વધારે લોકો ઘાયલ થયાનાં અહેવાલ છે. વિજળી અને ટેલિફોન  સેવા સંપુર્ણ ઠપ્પ થઇ ચુકી છે. બીજી તરફ ભુવનેશ્વરમાં એરપોર્ટ તથા એમ્સ હોસ્પિટલને ભારે નુકસાન પહોંચ્યું છે. 

ફાનનાં કારણે એમ્સ ભુવનેશ્વરમાં એક ઇમારની છતનો એક હિસ્સો તુટી ગયો, પરંતુ તમામ વિદ્યાર્થીઓ સ્ટાફ તથા દર્દી સુરક્ષીત હોવાનું જણાવાઇ રહ્યું છે. ફાનીનાં કારણે ભુવનેશ્વરમાં એમ્સ પીજી 2019 પરીક્ષાને રદ્દ કરી દીધી છે. સ્વાસ્થય મંત્રાલયનાં અનુસાર સ્થિતી સામાન્ય થતા જ પરિક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પરિક્ષા 5 જુલાઇ મે રવિવારે યોજાવાની હતી. બીજી તરફ એનડીઆરએફ દ્વારા રાહત અને બચાવકામગીરી ચલાવાઇ રહી છે. બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ તોફાનનાં કારણે ભારે નુકસાન પહોંચ્યું છે.

જુઓ LIVE TV

બીજી તરફ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં સાંજે ફોનીની અસર નબળી પડી હતી.  આ સાથે જ ત્યા બચાવ કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું. ભુવનેશ્વરમાં સ્ટેડિયમ, હોસ્પિટલ અને એરપોર્ટને ભારે નુકસાન પહોંચ્યું હતું. 

પશ્ચિમી મિદનાપોર પર સૌથી વધારે અસર
પશ્ચિમી મિદનાપુરમાં ફેનીનાં પ્રભાવથી સમગ્ર જિલ્લામાંવરસાદ ચાલુ થઇ ચુક્યો છે. હવામાં કાળા વાદળો છવાઇ ચુક્યા છે. વરસાદના શરૂ થતાની સાથે જ આશરે 20 સેકન્ડની અંદર મિદનાપુરના સ્ટેશન રોડનાં વિધાનનગર વિસ્તારમાં અનેક ઝાડ તુટી ગયા, જેના કારણે અનેક દુકાનો પણ તુટી ગઇ. મિદનાપુરનાં 14 નંબરના વોર્ડ તાલપુકુર વિસ્તારમાં તોફાનથી આશરે 15 કલાક તુટી ગયા અને એસ્બેસ્ટનની છાવણી પણ ઉડી ગઇ. 

બીજી તરફ ફાનીનાં પ્રભાવથી ચંદ્રકોણાના મહારાજપુરમાં પણ અચાનક તોફાન આવી જવાનાં કારણે 3 ઘરો પર અસર દેખાઇ હતી. બે માળનું મકાન તુટીને એક માળનું થઇ ગયું હતું. જિલ્લા પરિષદમાં કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યા છે. મિદનાપુરમાં જ કુલ 45 મકાનોને ક્ષતી પહોંચી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news