Lockdown 4.0 માં મળશે આવી છુટછાટ, આ વિસ્તારમાં પ્રતિબંધ, ટુંકમાં આવશે ગાઇડલાઇન
Trending Photos
નવી દિલ્હી : લોકડાઉન 3.0 રવિવારે પુર્ણ થઇ રહ્યું છે. કોઇ પણ સમયે આગામી લોકડાઉન મુદ્દે ગૃહ મંત્રાલય તરફથી ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી શકે છે. ત્રણ રાજ્યો દ્વારા કેન્દ્રની જાહેરાત પહેલા જ પોતાનાં રાજ્યોમાં લોકડાઉન વધારવાની જાહેરાત કરી દીધી છે. જેમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર અને પંજાબનો સમાવેશ થાય છે. આ ત્રણ રાજ્યોએ લોકડાઉનને 31 મે સુધી વધારવાની જાહેરાત કરી દીધી છે.
અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી મળી રહેલા સંકેતો ઇશારો કરી રહ્યા છે કે, કાલથી લોકડાઉનનો ચોથો તબક્કો ચાલુ થશે જે 31 મે સુધી ચાલી શકે છે. વડાપ્રધાન મોદી પોતે પણ લોકડાઉન વધારવાના સંકેત દેશનાં નામે પોતાના સંબોધન બાદ બેઠક પણ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લોકડાઉન 4.0 સામાન્ય જનતાને ગત્ત લોકડાઉનની તુલનાએ અનેક છુટછાટો મળશે. જો કે તેનો અર્થ તે બિલકુલ પણ નહી કે કોઇ પણ પોતાની અને બીજાના સ્વાસ્થય સાથે જોખમ લઇ શકશે.
મહારાષ્ટ્ર બાદ તમિલનાડુની જાહેરાત, 31 મે સુધી વધારવામાં આવ્યું લોકડાઉન
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દેશનાં અલગ અલગ વિસ્તારમાં કોરોના સંક્રમણની ગંભીરતાને જોન અનુસાર નિશ્ચય કરી રહી છે. આ જોનમાં લોકડાઉન દરમિયાન અલગ-અલગ પ્રકારે જનતાને છુટ મળશે.
લોકડાઉન 4.0માં આ જાહેરાત થઇ શકે છે.
મહારાષ્ટ્ર સરકારે કરી લૉકડાઉન-4ની જાહેરાત, 31 મે સુધી યથાવત રહેશે પ્રતિબંધો
- લોકડાઉન 4.0માં અર્થવ્યવસ્થા પર જોર આપવામાં આવશે.
- કેન્દ્ર તરફથી રાજ્યોને છુટ આપવામાં આવી શકે છે.
- ગ્રીન ઝોનમાં વાહન વ્યવહારના ઉદ્યોગોને પરવાનગી મળી શકે છે.
- સાથે જ ગ્રીન ઝોનમાં બસ અને ટેક્સી ચલાવવાને મંજુરી મળી શકે છે
- યાત્રી ટ્રેનને હાલ નહી ચલાવવામાં આવે.
- જો કે સ્પેશ્યલ ટ્રેન અને શ્રમિક ટ્રેન પહેલાની જેમ જ ચાલશે અને સંખ્યા તથા રૂટમાં વધારો થશે.
- 18 મેથી ખાસ રૂટ્સ પર ઉડ્યન સેવા અંગે પણ વિચાર કરવામાં આવશે.
આ શહેરોમાં રાહતની કોઇ જ શક્યતા
કોરોનાના વધી રહેલા કિસ્સાને ધ્યાને રાખીને લોકડાઉન 4.0માં દેશનાં 30 શહેરો અથવા નગરપાલિકા ક્ષેત્રોમાં કોઇ રાહત મળવાની સક્યતા નથી. સ્વાસ્થય મંત્રાલયે સરકારને ભલામણ આપી છે કે મુંબઇ, દિલ્હી અને કોલકાતા જેવા 30 શહેરોમાં લોકડાઉન 4 દરમિયાન મહત્તમ પ્રતિબંધ હવો જોઇએ. તેમાં દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, કોલકાતા, અમદાવાદ, ઇંદોર, પુણે, જયપુર, નાસિક, જોધપુર, આગરા, અમૃતસર, ભોપાલ, હૈદરાબાદ અને સુરતનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે