VIRAL VIDEO: પત્નીએ બીજા પુરુષ માટે પતિને છોડી દેતા મળી તાલિબાની સજા, 3ની ધરપકડ

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ગુનામાં એક ખુબ જ ક્રૂરતાપૂર્ણ, ભયાનક અને શરમજનક ઘટના સામે આવી છે.

VIRAL VIDEO: પત્નીએ બીજા પુરુષ માટે પતિને છોડી દેતા મળી તાલિબાની સજા, 3ની ધરપકડ

નવી દિલ્હી: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ગુનામાં એક ખુબ જ ક્રૂરતાપૂર્ણ, ભયાનક અને શરમજનક ઘટના સામે આવી છે. જેમાં ગ્રામીણોએ જાહેરમાં એક મહિલાના ખભા પર એક છોકરાને બેસાડી દીધો અને મહિલાને ખુબ દૂર સુધી છોકરાને ખભે બેસાડીને ચાલવા માટે મજબૂર કરાઈ. આ ઘટના સામે આવ્યા બાદ હવે ચાર વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 3 વ્યક્તિની ધરપકડ થઈ છે. 

મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ગુના (Guna) જિલ્લાના એક ગામમાં ગ્રામીણોએ એક છોકરાને મહિલાના ખભે ચડાવીને જૂલૂસ કાઢ્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral video)  થયો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા હડકંપ મચી ગયો. 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એસપીએ જણાવ્યું કે 4 લોકો સામે ગુનો દાખલ થયો છે જેમાંથી 3ની ધરપકડ થઈ છે. તપાસ ચાલુ છે. 

"Case registered. 3 of 4 accused arrested," said SP Guna(15.02) pic.twitter.com/LWTE9gwNWy

— ANI (@ANI) February 16, 2021

મળતી માહિતી મુજબ મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે આપસી સહમતિથી તેના પતિથી અલગ થઈ હતી અને બીજા સાથે સંબંધમાં રહેતી હતી. ગત અઠવાડિયે મહિલાના પૂર્વ પતિના પરિવારના લોકો બીજા ગામથી આવ્યા, મહિલાના ઘરે ગયા અને મારપીટ કરીને તેનું જૂલૂસ કાઢ્યું. આ શરમજનક ઘટના ગુનાના બાંસખેડી ગામમાં ઘટી. 

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હથિયારો અને ડંડા તથા ક્રિકેટ બેટ લઈને કેટલાક ગ્રામીણો મહિલાની પાછળ ચાલે છે અને કેટલાક તેને અપમાનિત કરે છે અને અપશબ્દો બોલે છે. એક છોકરો મહિલાના ખભે સવાર છે અને મહિલાને જબરદસ્તીથી ચાલવા માટે મજબૂર કરાઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news