નોકરીઓ ગઈ, નાના ઉદ્યોગોનો ફાયદો ઘટ્યો, નોટબંધી અને GST જવાબદાર: સર્વે રિપોર્ટ

નોકરીઓ ગઈ, નાના ઉદ્યોગોનો ફાયદો ઘટ્યો, નોટબંધી અને GST જવાબદાર: સર્વે રિપોર્ટ

ટ્રેડર્સ અને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ટરપ્રાઇઝઝેઝ (એમએસએમઇ)એ વર્ષ 2014થી દેશમાં સતત નોકરીઓમાં અને ફાયદામાં ઘટાડાની વાત કહી છે. નોટબંધી અને જીએસટી લાગૂ કર્યા બાદ તેના મુખ્ય કારણોમાં જણાવવામાં આવ્યું છે. ઓલ ઇન્ડીયા મેન્યુફેક્ચર્સ ઓર્ગેનાઇઝેશન (એઆઇએમઓ)એ પોતાના નવા સર્વે રિપોર્ટમાં આ વાતની જાણકારી આપી છે. 

ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર એઆઇએમઓએ દેશભરમાં 34,700 વેપારીઓ અને એમએસએમઇના સેમ્પલ સર્વે કર્યા બાદ પોતાનો રિપોર્ટ આપ્યો છે. જેના અનુસાર વર્ષ 2014 બાદ વિભિન્ન ક્ષેત્રોના વેપારી અને ઉદ્યોગ ધંધા પ્રભાવિત થયા છે. એઆઇઇએમઓ 3 લાખથી વધુ સૂક્ષ્મ, નાના અને મધ્યમ અને મોટાપાયે ઉદ્યોગો પ્રતિનિધિત્વ કરે છે.  

રિપોર્ટમાં ટ્રેડર સેગમેંટ (વેપાર શ્રેણી)માં 43 ટકા જ્યારે માઇક્રો સેગમેંટ (સૂક્ષ્મ શ્રેણી)માં 32 ટકા નોકરીઓના ઘટાડાની વાત કહેવામાં આવી છે. આ ઉપરાંત સ્મોલ સેગમેંટ (લઘુ શ્રેણી)માં આ ઘટાડો 35 ટકા છે અને મીડિયલ સ્કેલ ઉદ્યોગોમાં 24 ટકા નોકરીઓનો ઘટાડો છે. 

સર્વે અનુસાર, એઆઇએમઓએ વેપારી અને એમએસએમઇની ખરાબ હાલત ગંભીર હોવાના સંકેત આપ્યા છે. આ કેંદ્ર સરકારને યાદ અપાવે છે કે આ ક્ષેત્રને બહાર કાઢી તેની હાલત સુધારવા માટે તેને ખૂબ ધુ ગંભીરતા સથે કામ કરવું પડશે અને સક્રિયતા બતાવવી પડશે. એઆઇએમઓના અધ્યક્ષ કે.ઇ.રઘુનાથને સમાચાર પત્રને જણાવ્યું હતું કે સર્વેથી ખબર પડે છે કે 2014 બાદ દેશભરમાં વેપારીઓના ઓપરેશન પ્રોફિટમાં લગભગ 70 ટકા સુધી ઘટાડો આવ્યો છે. 

તેમણે કહ્યું કે સૂક્ષ્મ ઉદ્યોગોના ઓપરેશનલ પ્રોફિટમાં 43 ટકાનો ઘટાડો નોંધાયો છે. લઘુ ઉદ્યોગોમાં આ આંકડા 35 ટકા છે જ્યારે મધ્ય ઉદ્યોગોમાં 24 ટકાનો ઘટાડો આવ્યો છે. આ ખૂબ મોટું નુકસાન છે, તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત છે કારણ કે વેપાર અને એમએસએમઇના ઘણા ક્ષેત્રોમાં થયેલા નુકસાનની સ્થિતિમાંથી બહાર થઇ ચૂક્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news