ચાર્જ સંભાળતા જ CM ઉદ્ધવ ઠાકરે એક્શન મોડમાં, આરે મેટ્રો શેડ પ્રોજેક્ટ પર લગાવી રોક
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ આજે બપોરે મંત્રાલયમાં ઔપચારિક રીતે સીએમ પદનો કાર્યભાર સંભાળ્યો. કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે તરત વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી. તેમણે નિર્દેશ આપ્યા કે વિકાસ સંલગ્ન કાર્યો તરત શરૂ કરે અને જનતાના પૈસાની બરબાદી અંગે સતર્ક રહે. આ દરમિયાન તેમણે મુંબઇની આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ પ્રોજેક્ટ (Aarey Metro car shed project)ના કામને પણ રોકવાનો આદેશ આપ્યો.
પત્રકારો સાથે વાતચીતમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, "મેં આજે આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટના કામને રોકવાનો આદેશ આપ્યો છે. મેટ્રોનું કામ નહીં રોકાય પરંતુ આગામી નિર્ણય ન લેવાય ત્યાં સુધી આરેનું એક પત્તું પણ કપાશે નહીં."ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું પહેલો મુખ્યમંત્રી છું જે મુંબઇ (Mumbai) માં પેદા થયો છે. હું શહેર માટે શું કરી શકું છું તે મારા મગજમાં સતત ચાલી રહ્યું છે.
અત્રે જણાવવાનું કે મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL)એ આરે કોલોનીમાં નિર્ધારિત 2185માંથી 2141 ઝાડ કાપી નાખ્યા છે. ઓક્ટોબર માસમાં તેનો વિરોધ કરનારા પર્યાવરણના કાર્યકર્તાઓને અટકાયતમાં પણ લેવાયા હતાં. જેના પર શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે સરકાર બન્યા બાદ વૃક્ષોનું કત્લેઆમ કરનારાઓને જોઈ લઈશું. ઉદ્ધવે કહ્યું હતું કે જે કોઈ આ કરી રહ્યું છે તેના પર હું વાત કરીશ. આરે પર હું અલગથી પ્રેસ કોન્ફરન્સ કરીશ. તેના પર આજે નહીં બોલું. યોગ્ય સમય આવશે ત્યારે બોલીશ. આરેનો વિષય છોડ્યો નથી.
આ VIDEO પણ જુઓ...
આરેનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. તે વખતે સુપ્રીમ કોર્ટે ઝાડ કાપવા પર રોક લગાવી હતી. આ મામલે 21 ઓક્ટોબર સુધી યથાસ્થિતિ જાળવવાનો આદેશ પણ અપાયો હતો. જો કે ત્યાં સુધીમાં તો 80 ટકા ઝાડ કપાઈ ગયા હતાં. સુપ્રીમ કોર્ટમાં બોમ્બે હાઈકોર્ટના તે આદેશને પડકારવામાં આવ્યો છે જેમાં કોર્ટે મેટ્રો કાર શેડના નિર્માણ માટે ઝાડને કાપવાની મંજૂરી અપાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે