પોતાની 12 વીઘા જમીન PM મોદીના નામે કરવા માંગે છે બિટ્ટન દાદી, કારણ જાણી ભાવુક થશો
Trending Photos
મૈનપુરી: બિહાર ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટરમાં ધન્યવાદ સમારોહ આયોજિત કરાયો હતો. આ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં સાયલન્ટ વોટરની ચર્ચા કરી હતી. પીએમ મોદીના જણાવ્યાં મુજબ આ સાઈલન્ટ વોટબેન્ક જ છેલ્લા 6 વર્ષમાં ભાજપની તાકાત બનીને ઊભર્યો છે. હકીકતમાં પીએમ મોદી મહિલા મતદારોની વાત કરી રહ્યા હતા. ખાસ કરીને ગૃહિણીઓ.
મૈનપુરીના બિટ્ટન દેવી પીએમ મોદીને આપવા માંગે છે જમીન
યુપીના મૈનપુરી જિલ્લાના આ વડીલ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વૃદ્ધ મહિલાનો પીએમ મોદી પ્રત્યે અતૂટ વિશ્વાસ અને પ્રેમ ભાવ જોઈને તમે પણ દંગ રહી જશો. આ વૃદ્ધાનું નામ છે બિટ્ટન દેવી. તેઓ પોતાની 12 વીઘા ખેતીની જમીન પીએમ મોદીના નામે કરવા માટે ગત બુધવારે મૈનપુર તહસીલ પહોંચ્યા હતા. ખેતીની રજિસ્ટ્રી પીએમ મોદીના નામ પર કરવાની તેમની યોજના પર વકીલ પણ ચોંકી ગયા.
બિટ્ટન દેવીના બંને પુત્રોએ છોડ્યો સાથ
લોકોએ ખુબ સમજાવ્યા છતાં બિટ્ટન દેવી પોતાની જીદ પર મક્કમ રહ્યા. તેમનું કહેવું હતું કે તેઓ 12 વીઘા જમીન પીએમ મોદીના નામ પર કરીને જ રહેશે. જેની પાછળનું કારણ ખુબ ભાવુક કરી નાખે તેવું છે. કિશની વિકાસ ખંડના ચિતાયન ગામના રહીશ 85 વર્ષના બિટ્ટન દેવીએ જણાવ્યું કે તેમના પતિ પૂરન લાલનું મૃત્યુ થયું છે. તેમના બે પુત્રો છે. પરંતુ પરવાહ અને ખ્યાલ રાખતા નથી. બિટ્ટન દેવીના જણાવ્યાં મુજબ તેમના પુત્રોએ તેમને ઠોકરો ખાવા છોડી દીધા છે.
પીએમ મોદીના કામથી ખુશ છે બિટ્ટન દેવી
વૃદ્ધ મહિલાએ કહ્યું કે તેઓ સરકારી યોજનાઓના સહારે જ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. મૈનપુરી તહસીલમાં વકીલ કૃષ્ણાપ્રતાપ સિંહના બસ્તે પર પહોંચેલા બિટ્ટન દેવીએ સ્થાનિક ભાષામાં કહ્યું કે 'હમકા તનખાહા દઈ (વૃદ્ધા અને વિધવા પેન્શન). હમ વોટ દો, અબ 12 બીઘા ખેત ફેક દેઈત, મોદીજી કો. જેનો અર્થ છે અમને પેન્શન આપે છે, ત્યારે અમે ભોજન કરીએ છીએ. મોદીએ રૂપિયા આપ્યા. દર મહિને 2000 રૂપિયા આપે છે. હવે અમે 12 વીઘા ખેતીની જમીન મોદીના નામે કરીએ છીએ. અમે ખુબ ખુશ છીએ મોદીથી.' વકીલ કૃષ્ણપ્રતાપે એમ કહીને વૃદ્ધ મહિલાને ઘરે મોકલી દીધા કે તેમની વાત ઉપ જિલ્લાધિકારી સુધી પહોંચી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે