Sushant ના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રહી શું ખામીઓ? એક્સપર્ટએ જણાવ્યું

શું 14 જૂનના રોજ મુંબઇમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી ખામીઓ વર્તવામાં આવી હતી. ફોરેન્સિક એક્સપર્ટ પ્રોફેસર આર કે શર્માનું એવું આકલન છે. પ્રોફેસર આર કે શર્માનું કહેવું છે કે પોસ્ટમોર્ટમાં ઘણી એવી વાતોનો ઉલ્લેખ નથી. જે આ પ્રકારના રિપોર્ટનો અનિવાર્ય ભાગ હોય છે. 

Sushant ના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રહી શું ખામીઓ? એક્સપર્ટએ જણાવ્યું

નવી દિલ્હી: શું 14 જૂનના રોજ મુંબઇમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી ખામીઓ વર્તવામાં આવી હતી. ફોરેન્સિક એક્સપર્ટ પ્રોફેસર આર કે શર્માનું એવું આકલન છે. પ્રોફેસર આર કે શર્માનું કહેવું છે કે પોસ્ટમોર્ટમાં ઘણી એવી વાતોનો ઉલ્લેખ નથી. જે આ પ્રકારના રિપોર્ટનો અનિવાર્ય ભાગ હોય છે. 

તમને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઇની ટીમ મુંબઇ પહોંચી સુશાંત રાજપૂત કેસની તપાસમાં લાગી ગઇ છે. આ ટીમને સહયોગ કરવા માટે એમ્સના ફોરેન્સિક હેડ ડો સુધીર ગુપ્તા પણ મુંબઇ પહોંચ્યા છે. પ્રોફેસર આર કે શર્મા તે ડો સુધીર ગુપ્તાના ગુરૂ રહ્યા છે. 

સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટનું નિરિક્ષણ કર્યા બાદ પ્રોફેસર આર કે શર્માએ કહ્યં કે તેમાં ઘણી ખામીઓ છે. આ રિપોર્ટમાં મોતને અનુમાનિત સમય આપવામાં આવ્યો છે. પેટમાં શું મળ્યું, તેનો પણ ઉલ્લેખ નથી. 

તેમણે કહ્યું કે આ રિપોર્ટના આધારે કોઇ તપાસ કરવી મુશ્કેલ થશે. જોકે સુશાંતનો ફોટો જોઇને તેમણે કહ્યું કે કપડાંથી સુસાઇડ કરવાથી ગળા પર આવા નિશાન બની શકે છે. 

તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતની મોતને અઢી મહિના થઇ ગયા છે. પરંતુ તેમના મોતનું રહસ્ય હજુ પણ દુનિયા માટે એક રહસ્ય બની ગયું છે. કેસની તપાસ કરી રહેલી સીબીઆઇ હવે સુશાંત સિંહ રાજપૂતના મોતનું રહસ્ય જાણવા માટે સાઇકોલોજિકલ ઓટોપ્સી કરાવવા અંગે વિચાર કરી રહી છે. 

PICS: આ 5 સુપર સ્ટાર્સનો પહેલો પગાર જાણીને દંગ રહી જશો, મળ્યા ફક્ત આટલા રૂપિયા
  
સીબીઆઇએ આ સાઇકોલોજિકલ ઓટોપ્સી દ્વારા 2018માં દિલ્હીના બુરાડીનો ચર્ચિત સામૂહિક આત્મહત્યા કેસ ઉકેલ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news