મથુરા: મંદિરમાં 2 લોકોએ નમાઝ પઢી, સંત જિતેન્દ્રાનંદે કહ્યું-'અમને પણ ક્યારેક મસ્જિદમાં કરવા દો આરતી'
મથુરા (Mathura) ના જનપદના નંદગાવ સ્થિત નંદબાબા મંદિરમાં બે લોકોનો નમાજ (Namaz) પઢતો એક ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ દિલ્હીની ખિદમતગારના સભ્ય ફૈસલ ખાન અને મોહમ્મદ ચાંદ ગાંધીવાદી કાર્યકરો નિલેશ ગુપ્તા અને આલોક રત્ન સાથે નંદગાંવના નંદબાબા મંદિર પહોંચ્યા. અહીં તેમણે બપોરે લગભગ 2 વાગે જોહરની નમાજ અદા કરી.
Trending Photos
મથુરા: મથુરા (Mathura) ના જનપદના નંદગાવ સ્થિત નંદબાબા મંદિરમાં બે લોકોનો નમાજ (Namaz) પઢતો એક ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ દિલ્હીની ખિદમતગારના સભ્ય ફૈસલ ખાન અને મોહમ્મદ ચાંદ ગાંધીવાદી કાર્યકરો નિલેશ ગુપ્તા અને આલોક રત્ન સાથે નંદગાંવના નંદબાબા મંદિર પહોંચ્યા. અહીં તેમણે બપોરે લગભગ 2 વાગે જોહરની નમાજ અદા કરી. પોતાના નમાઝ પઢતો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. હવે આ મામલો તૂલ પકડી રહ્યો છે. મંદિરમાં નમાઝ પઢાયા બાદ મંદિરના કર્તાહર્તાઓએ મંદિરના શુદ્ધિકરણ માટે યજ્ઞ હવન કર્યો તો આ બાજુ આ મામલે અખિલ ભારતીય સંત સમિતિએ પણ પ્રતિક્રિયા આપી. વારાણસીમાં રહેતા સંત જિતેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું કે શું તેમને નમાઝ પઢવા માટે મંદિરમાં જ જગ્યા મળી?
મંદિરમાં જ નમાઝ કેમ?
અખિલ ભારતીય સંત સમિતિએ મથુરાની ઘટના પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ તેની ઘોર નીંદા કરે છે. સંગઠનના મહામંત્રી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું કે સામાજિક સદભાવ ફેલાવવા માટે માત્ર મંદિરમાં જ નમાઝ કેમ અદા થવી જોઈએ, ક્યારેક મસ્જિદમાં પણ અમને આરતી કરવા દેવામાં આવે.
નંદબાબા મંદિરમાં થયું શુદ્ધિકરણ
નંદબાબા મંદિરમાં બે લોકોનો નમાઝ પઢતો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો. ત્યારબાદ મંદિરમાં શુદ્ધિકરણ માટે હવન-યત્ર કરાયા અને ગંગાજળનો છંટકાવ થયો. આ ઘટના અંગે લોકોમાં ખુબ રોષ છે.
4 લોકો સામે દાખલ થયો કેસ
બરસાના પોલીસ સ્ટેશનમાં મંદિરના સેવાયત કાન્હા સ્વામીની ફરિયાદ પર પોલીસે મોહમ્મદ ચાંદ સહિત ચાર લોકો સામે કલમ 153-A, 295, 505 હેઠળ કેસ દાખલ કર્યો છે. આ કેસની તપાસ શરૂ કરી દેવાઈ છે. મળતી માહિતી મુજબ ખિદમદગારના સભ્ય ફૈસલ ખાન અને મોહમ્મદ ચાંદ ગાંધીવાદી કાર્યકર નિલેશ ગુપ્તા અને આલોક રત્ન સાથે નંદગાંવના નંદબાબા મંદિર પહોંચ્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે