Corona: એક સાથે દુનિયામાં આવ્યા અને કોરોનાના કારણે એક સાથે દુનિયાને કરી અલવિદા, કોરોનાથી નેગેટિવ થયા બાદ મોત

ઉત્તર પ્રદેશના મેરઠથી આવો જ એક હ્રદય દ્રાવક મામલો સામે આવ્યો છે. જ્યાં કોરોના મહામારીએ જોડકા ભાઈઓને છીનવીને મા બાપને બેસહારા કરી નાખ્યા. 

Updated By: May 18, 2021, 01:09 PM IST
Corona: એક સાથે દુનિયામાં આવ્યા અને કોરોનાના કારણે એક સાથે દુનિયાને કરી અલવિદા, કોરોનાથી નેગેટિવ થયા બાદ મોત

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો કહેર ચાલુ છે. દેશવાસીઓ જે દર્દ અને લાચારીમાંથી પસાર થઈ રહ્યા છે તે અંગે  વિચારીને હ્રદય કંપી ઉઠે છે. આ ત્રાસદી વચ્ચે પીએમ મોદી કહી ચૂક્યા છે કે સો વર્ષ બાદ આવેલી આટલી ભીષણ મહામારી ડગલે ને પગલે દુનિયાની પરીક્ષા લઈ રહી છે. તેમણે કહ્યું કે આપણી સામે અદ્રશ્ય દુશ્મન છે. આપણે અનેક નીકટના લોકોને ગુમાવી ચૂક્યા છીએ. આવામાં તેઓ દેશવાસીઓનું દર્દ સમજે છે. 

આમ છતાં જે લોકોનું ધૈર્ય જવાબ દઈ ચૂક્યું છે તેમની મનોદશામાં હજુ સુધી કોઈ ખાસ સુધાર આવ્યો નથી.  ઉત્તર પ્રદેશના મેરઠથી આવો જ એક હ્રદય દ્રાવક મામલો સામે આવ્યો છે. જ્યાં કોરોના મહામારીએ જોડકા ભાઈઓને છીનવીને મા બાપને બેસહારા કરી નાખ્યા. 

Coronavirus महामारी का कहर, Twins की मौत; एक साथ हुए पैदा और साथ ही खत्म हुई जिंदगी

જોડકા ભાઈઓની સેડ સ્ટોરી
india.com ના રિપોર્ટ મુજબ મેરઠમાં રહેતા ગ્રેગરી રેમન્ડ રાફેલ અને તેમની પત્ની સોજાના બે પુત્રો એન્જિનિયર હતા. જેમના નામ જોફ્રેડ વર્ગિસ ગ્રેગરી અને રાલ્ફ્રેડ જ્યોર્જ ગ્રેગરી હતા. બંનેએ ગત મહિને 23મી એપ્રિલે પોતાનો 24મો જન્મદિવસ ઉજવ્યો હતો. પરંતુ કોઈ જાણતું નહતું કે આ તેમના જીવનનો આખરી જશ્ન હશે. જન્મદિવસના બીજા જ દિવસે કોરોનાનો ભોગ બન્યા અને હવે 13 અને 14 મેના રોજ બંને ભાઈઓ કોરોનાના કારણે દુનિયા છોડી ગયા. બંને એક સાથે દુનિયામાં આવ્યા અને એક જ બીમારીના કારણે લગભગ એક સાથે તેમણે આ દુનિયાને અલવિદા કરી. 

દાવો! વૈજ્ઞાનિકોએ શોધી જબરદસ્ત 'મિસાઈલ' ટેક્નિક, કોરોના વાયરસનો 99.9% કરી શકે છે ખાતમો

નેગેટિવ થયા બાદ બીમારીએ પલટી મારી
બે જવાન પુત્રોને તેમની અંતિમ મંજિલે પહોંચાડીને આવેલા પિતા ઊંડા આઘાતમાં છે. તેમનું કહેવું છે કે તેમનો પરિવાર તૂટી ગયો છે. બંને પુત્રોના જન્મમાં ફક્ત 3 મિનિટનું જ અંતર હતું. રાલ્ફ્રેડ નાનો હતો. પિતાએ જણાવ્યું કે બંને પુત્રો ખુબ હોશિયાર હોવાની સાથે કમ્યુટર એન્જિનિયર હતા. બંને ભાઈઓની પહેલા ઘરે સારવાર ચાલુ હતી. પિતાના જણાવ્યાં મુજબ બંનેનું ઓક્સિજન લેવલ 90 કરતા નીચે જતું રહ્યું હતું. ત્યારબાદ ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું. 1 મેના રોજ રેમન્ડને હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યારબાદ બંને 10 મેના રોજ કોરોના નેગેટિવ થયા હતા. પરંતુ અચાનક તબિયત બગડી અને ફરીથી 13 મે અને 14 મેના રોજ પુત્રોનું નિધન થયું. પીડિત માતા પિતા શિક્ષક છે. બંને પુત્રો બી ટેક કર્યા બાદ સારી કંપનીમાં નોકરી કરતા હતા. 

કોરોનાની બીજી લહેરની ત્રાસદીમાં અનેક પરિવાર સંપૂર્ણ રીતે કોરોનાની ભેટ ચડી ગયા. દેશમાં અનેક શહેરોમાં એવા મામલા સામે આવ્યા છે કે પરિવારમાં કોઈ બચ્યું જ નથી. આવા માહોલમાં સમગ્ર દેશે પોતાની આસ પડોશના લોકોનો જુસ્સો વધારવાની જરૂર છે. પોતાના પાડોશી કે નજીકના લોકોએ એકબીજાની મદદ કરવી જોઈએ જેથી કરીને લોકોને કોરોનાના મેન્ટલ ટ્રોમામાંથી બહાર લાવી શકાય. 

Tirupati Temple: દીપિકાની પાછળ ઉભેલા આ વ્યક્તિ વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, PHOTOS જોઈને દંગ રહેશો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube