જેના નામ NRCમાં નથી, તેને વિદેશી જાહેર નહી કરવામાં આવે: ગૃહમંત્રાલય

અધિકારીએ કહ્યું કે, કોઇ પણ ખાસ સમુદાયને નિશાન નથી બનાવવામાં આવ્યા, તેના અનુસાર તમામ અસલી ભારતીય નાગરિકોને પોતાની નાગરિકતા સાબિત કરવાની પુરતી તક આપવામાં આવશે

જેના નામ NRCમાં નથી, તેને વિદેશી જાહેર નહી કરવામાં આવે: ગૃહમંત્રાલય

નવી દિલ્હી : ગૃહમંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે કહ્યું કે, એનસીઆરના મુસદ્દામાં જે લોકોનાં નામ નથી, તેને વિદેશી જાહેર નહી કરવામાં આવે કારણ કે આ પ્રકારનાં અધિકાર માત્ર ન્યાયાધિકરણની પાસે છે. કોઇ પણ વ્યક્તિ ન્યાયીક ઉપચાર માટે ન્યાયાધીકરણ પાસે જઇ શકે છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની નજર હેઠળ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)ને અદ્યતન કરવાનું કામ ધર્મનિરપેક્ષ પદ્ધતીથી કરવામાં આવી રહ્યું છે. 

અધિકારીઓએ કહ્યું કે, કોઇ પણ ખાસ સમુદાયને નિશાન નથી બનાવવામાં આવ્યા છે. તેમના અનુસાર તમામ અસલ ભારતીય નાગરિકોને પોતાની નાગરિકતા સાબિત કરવાનાં પુરતા પુરાવાઓ આપવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, એનઆરસી રાજ્યના નાગરિકોની યાદી છે અને તેમાં નામ નહી હોવાનો અર્થ નથી કે કોઇને વિદેશી માનવામાં આવે. તેમણે કહ્યું કે, કોઇને વિદેશી જાહેર કરવાનો અધિકાર આ કામ માટે રચાયેલી વિદેશી ન્યાયાધિકરણની પાસે છે. એનઆરસીના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તમામ તકનો ઉપયોગ કર્યા બાદ પીડિત વ્યક્તિ ન્યાયાધિકરણનો દરવાજો ખટખટાવી શકે છે. 

અધિકારીએ કહ્યું કે, એનઆરસીની પ્રક્રિયા આવેદન પર આધારિત છે અને કોઇ પણ વ્યક્તિ, ઇચ્છે તેઓ કેટલા પણ પ્રતિષ્ઠિત હોય, જો અરજી દાખલ નહી કરે તો યાદીમાં તેનું નામ નહી હોય. ગૃહમંત્રાલયે અસમમાં ઇન્ટરનેટ સેવાઓ યોગ્ય રીતે કામ નહી કરી રહી હોવાની વાતને પણ ફગાવી દીધી હતી. તેણે કહ્યું કે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છેકે રાજ્યમાં દૂરસંચાર અને ઇન્ટરનેટ સેવાઓ નિર્બાધ રીતે ચાલી રહી છે. 

અધિકારીએ જણાવ્યું કે, અસમનાં કોઇ પણ વિસ્તારમાંથી હિંસાના કોઇ સમાચાર નથી અને લોકોને એનઆરસી કેન્દ્ર પહોંચવાની કોઇ જ ઝડપ નથી. ગુવાહાટીમાં પત્રકારોના સમ્મેલન દરમિયાન ભારતના મહાપંજીયક શૈલેશે જાહેરાત કરી કે કુલ 3,29,91,384 આવેદકોમાંથી 2,89,83,677 લોકોનાં નામ એનઆરસીનાં મુસદ્દામાં સમાવેશ કરવા યોગ્ય હોવાનું જાણવા મળ્યું છે. આશરે 40.07 લાખ લોકોને યાદીમાં સ્થાન મળ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news