દિવાળી પહેલા મોદી સરકારનો નિર્ણય- ઉત્પાદન સાથે જોડાયેલા 10 ક્ષેત્રોને મળશે પ્રોત્સાહન રાશિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને નાણામંત્રી નિર્મલા સીતારમને કેબિનેટના નિર્ણયની જાણકારી આપી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને નાણામંત્રી નિર્મલા સીતારમને કેબિનેટના નિર્ણયની જાણકારી આપી હતી.
પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, દિવાળી પહેલા યોજાયેલી આ મહત્વની બેઠક હતી. હવે સરકારે નિર્ણય કર્યો છે કે ઉત્પાદનના 10 ક્ષેત્રોમાં ઉત્પાદન આધારિત પ્રોત્સાહન રાશિ આપવામાં આવશે. આ રાશિ બે લાખ કરોડ રૂપિયાની હશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત હેઠળ સરકારે આ નિર્ણય લીધો છે. આ રકમ એડવાન્સ કેમેન્ટ્રી, ઇલેક્ટ્રોનિક-ટેક્નોલોજી પ્રોજેક્ટ, ઓટોમોબાઇલ પ્રોજેક્ટ, ટેલિકોમ નેટવર્કિંગ, ટેક્સટાઇલ, સોલાર, એલઈડી સાથે જોડાયેલા અન્ય ક્ષેત્રનો આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદમાં કહ્યું કે, સરકારે આત્મનિર્ભર ભારતને લઈને નિર્ણય કર્યો છે. સરકારનો પ્રયાશ છે કે દેશમાં રોકાણ આવે અને ભારત મેન્યુફેક્ચરિંગ હબ બને.
નિર્મલા સીતારમન પ્રમાણે દિવાળી પહેલા સરકાર તરફથી ઉત્પાદન ક્ષેત્રોને આ ભેટ આપવામાં આવી છે. જે પણ ક્ષેત્રને જરૂર હશે, સરકાર તેની સાથે છે. આ પહેલની શરૂઆત નીતિ આયોગ દ્વારા કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્ર સરકાર તરફથી આર્થિક છૂટછાટોની જાહેરાત કરવામાં આવી હતી. કોરોના સંકટ અને લૉકડાઉનને કારણે ઘણા ઉદ્યોગોને ફરક પડ્યો છે. તેવામાં હવે તહેવારોની સીઝન આવી છે અને બધુ ખુલ્યા લાગ્યું છે તો પછી અર્થવ્યવસ્થાએ ગતિ પકડી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે