ખેડૂતો માટે નવા વર્ષનો સુરજ દેવામુક્ત ઉગે તેવી શક્યતા, સરકાર કરી શકે છે મોટી જાહેરાત

સુત્રો અનુસાર વડાપ્રધાન મોદીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય નાણા મંત્રી અને કેન્દ્રીય કૃષી મંત્રી સાથે 3 કલાક સુધી મેરેથોન બેઠક યોજી હતી

ખેડૂતો માટે નવા વર્ષનો સુરજ દેવામુક્ત ઉગે તેવી શક્યતા, સરકાર કરી શકે છે મોટી જાહેરાત

નવી દિલ્હી : સમગ્ર દેશમાં ખેડૂતોને નવા વર્ષની ગીફ્ટ મળી શકે છે. સુત્રોનાંહવાલાથી સમાચાર આવી રહ્યા છે કે દેવા માફી નવા વર્ષની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટો નિર્ણય લઇ શકે છે. કાલે સાંજે વડાપ્રધાન કૃષી મંત્રાલયનાં અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. તે અગાઉ આશરે અડધો ડઝ કરતા પણ વધારે બેઠકોમાં ખેડૂતોની દેવા માફી અને તે અંગેના મુદ્દાઓ પર ચર્ચા થતી રહી હતી. 

સુત્રો અનુસાર વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી અને કેન્દ્રીય કૃષી મંત્રી રાધામોહન સિંહ વચ્ચે પણ આ મુદ્દે એક મહત્વની મોટી બેઠક યોજાઇ હતી. કાલે સાંજે 06.30 વાગ્યાથી 9 વાગ્યા સુધી બેઠક ચાલી હતી. 

नए साल पर किसानों को मिल सकता है बड़ा तोहफा, मोदी सरकार कर सकती है कर्ज माफ- सूत्र

વડાપ્રધાન આવાસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોનાં મુદ્દાઓ પર અને દેવા માફી પર થયેલા મંથન થયું. સુત્રો જણાવી રહ્યા છે કે સરકારની તરફથી ખેડૂતો માટે ઝડપથી મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. એટલે કે કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી રાહત આપવાનાં મુડમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેવામાફીના દાવ થકી કોંગ્રેસે હિન્દી બેલ્ટનાં ત્રણ મહત્વનાં રાજ્ય અને ભાજપનાં ગઢ ગઢાતા રાજ્યોમાં જીત પ્રાપ્ત કરી હતી. જેના પગલે દેવા માફીનાં પક્ષધર નહી હોવા છતા પણ પરિસ્થિતીને અનુરૂપ થતા વડાપ્રધાને દેવા માફીનો રસ્તો અખતિયાર કરવા માટેનો નિર્ણય લીધો. હવે ટુંક સમયમાં તેઓ જાહેરાત કરે તેવી શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news