મુંબઈ: ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ, ઘટના સ્થળ પર ફાયરની 8 ગાડીઓ હાજર 

મહારાષ્ટ્રના મુંબઈના પરાવિસ્તાર અંધેરીના મરોલ વિસ્તારમાં એક ત્રણ માળની ઈમારતમાં રોલ્ટા કંપનીમાં આગ લાગી છે. ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કોશિશ કરી રહ્યા  છે.

મુંબઈ: ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ, ઘટના સ્થળ પર ફાયરની 8 ગાડીઓ હાજર 

નવી દિલ્હી: મહારાષ્ટ્રના મુંબઈના પરાવિસ્તાર અંધેરીના મરોલ વિસ્તારમાં એક ત્રણ માળની ઈમારતમાં રોલ્ટા કંપનીમાં આગ લાગી છે. ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કોશિશ કરી રહ્યા  છે. આગમાં ફસાયેલા લોકોને પણ બચાવવાનું કામ ચાલુ છે. હજુ સુધી જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી. આગ લાગવાના કારણો પણ હજુ જાણી શકાયા નથી. આ અગાઉ નવી મુંબઈની એક મલ્ટીસ્ટોરી રહેણાંક બિલ્ડિંગમાં પણ ગેસ સિલિન્ડર વિસ્ફોટ થવાથી આગ લાગી હતી. 

આગ પર કાબુ મેળવવા દરમિયાન ઘાયલ થયેલા સાત કર્મચારીઓને નેશનલ બર્ન સેન્ટરમાં દાખલ કરાયા હતાં. તેમાંથી ત્રણની હાલત ગંભીર હતી જેમને આઈસીયુમાં રાખવામાં આવ્યાં છે. 

જુઓ LIVE TV

21 માળની ઈમારતમાં આગ પર કાબુ મેળવવા દરમિયાન ફાયર બ્રિગેડના સાત કર્મચારીઓ ઘાયલ થયા હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાલમ બીચ રોડ નજીક સીવુડ્સ સ્થિત સી હોમ અપાર્ટમેન્ટની સૌથી ઉપરના બીજા માળના ડુપ્લેક્સમાં શનિવારે સવારે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. 

(વિસ્તૃત માહિતી થોડીવારમાં)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news