મુંબઈ: કમલા મિલ કમ્પાઉન્ડ પાસે નિર્માણધીન ઈમારતમાં આગ લાગી, ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે
મુંબઈમાં એક વાર ફરીથી આગ લાગી છે.
Trending Photos
નવી દિલ્હી: મુંબઈમાં એક વાર ફરીથી આગ લાગી છે. આજે સવારે કમલા મિલ કમ્પાઉન્ડ પાસે સ્થિત એક નિર્માણધીન ઈમારતના ઉપરના માળમાં આગ લાગી છે. આગ લાગવાની સૂચના મળતા જ ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ લાગવાના કારણ અંગે હજુ કોઈ જાણકારી મળી નથી.
અત્રે જણાવવાનું કે મુંબઈના ચેમ્બુર પાસેના તિલકનગર સ્થિત સરગમ સોસાયટીની ઈમારતના 14માં માળ પર ગુરુવારે આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 વૃદ્ધ સહિત 5 લોકોના મોત થયા હતાં. મુંબઈના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર વી એન પનિગ્રહીના જણાવ્યાં મુજબ ચેમ્બુરની સરગમ સોસાયટીની ઈમારતમાં ગુરુવારે આગ લાગી હતી. જે મુજબ ફાયર વિભાગની પાસે રાતે 7.46 વાગે કોલ આવ્યો હતો. ફાયરની 8 ગાડીઓ, એક ટેન્કર અને અનેક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં હતાં.
આ બાજુ બીએમસીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના એક અધિકારીએ જણાવ્યું કે પરા વિસ્તારના તિલક નગરમાં સ્થિત 16 માળની ઈમારતના 14 માળ પર આગ લાગી હતી. મુંબઈ ફાયર વિભાગ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે