આજે રાષ્ટ્રપતિ સાંજે કચ્છના સફેદ રણમાં સૂર્ય આથમતો નિહાળશે
આજે ત્રણ દિગ્ગજો ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેમાં રાષ્ટ્રપતિ કચ્છની મુલાકાતે, તો ઉપરાષ્ટ્રપતિ અને અમિત શાહ અમદાવાદમાં ABVPના અધિવેશનમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તા. ૨૯ અને ૩૧મી સુધી સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસે આવી રહ્યાં છે. અહીંથી તેઓ સાસણગીર અને સોમનાથ જશે.
Trending Photos
કચ્છ/ગુજરાત : આજે ત્રણ દિગ્ગજો ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેમાં રાષ્ટ્રપતિ કચ્છની મુલાકાતે, તો ઉપરાષ્ટ્રપતિ અને અમિત શાહ અમદાવાદમાં ABVPના અધિવેશનમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તા. ૨૯ અને ૩૧મી સુધી સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસે આવી રહ્યાં છે. અહીંથી તેઓ સાસણગીર અને સોમનાથ જશે.
6.2 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર, જુઓ નવા વર્ષમાં કેવી ઠંડી રહેશે
સફેદ રણ નિહાળશે
બે દિવસ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કચ્છના મહેમાન બનવાના છે. ત્યારે તેઓ બંને દિવસ રાષ્ટ્રપતિ ધોરડોના સફેદ રણ માં રોકાશે. આજે સાંજે 4 વાગ્યે ખાસ વિમાનમાં તેઓ ભૂજ આવી પહોંચશે. અહીંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા ધોરડો સફેદ રણ ટેન્ટ સિટીમાં પહોંચશે. તેઓ સાંજે સફેદ રણમાં સૂર્યાસ્ત નિહાળશે. રણમાં ઉભા કરાયેલ શામિયાનામાં એક કલ્ચરલ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 200થી વધુ કલાકારો ગુજરાતી અને કચ્છી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરશે.
Photos: વિશ્વની યુનિક ફેમિલીનું બિરુદ તો ભારતના આ જ પરિવારને મળવુ જોઈએ
રાષ્ટ્રપતિની મુલાકાતને પગલે અભેદ્ય કીલેબંધી જેવી વ્યવસ્થા કરાઈ છે. ટેન્ટ સિટી અને તેને અડીને આવેલા રિસોર્ટસના પ્રવાસીઓના બુકિંગ રદ કરી દેવાયા છે. તો, સફેદ રણમાં પણ માત્ર વીઆઇપી મહેમાનો અને આમંત્રિત મહેમાનો સિવાય કોઈને પણ પ્રવેશ નહિ મળે. રાષ્ટ્રપતિ 29મીની રાત્રે સફેદ રણમાં રોકાણ કરશે. આ પહેલા રાષ્ટ્રપતિએ ગોંડલ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની રાષ્ટ્રપતિ પદ દરમ્યાન સોમનાથની આ બીજી યાત્રા છે. આ પહેલા તેઓ 1 ઓક્ટોબર, 2017ના રોજ સોમનાથ આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે