Mumbai Corona News: મુંબઈમાં એક દિવસમાં 700 નવા કેસ, 3 મહિનામાં સૌથી ઓછા કેસનો રેકોર્ડ


મુંબઈમાં ટેસ્ટિંગની ક્ષમતા વધારવાથી કોરોના પોઝિટિવિટી રેટમાં ઘટાડો નોંધાયો છે. બીએમસી સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે, હાલ મુંબઈમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 20 ટકાથી નીચો છે.
 

 Mumbai Corona News: મુંબઈમાં એક દિવસમાં 700 નવા કેસ, 3 મહિનામાં સૌથી ઓછા કેસનો રેકોર્ડ

મુંબઈઃ ડરનો પર્યાય બનેલી ચુકેલા કોરોના સંક્રમણ વચ્ચે મુંબઈ (Coronavirus in Mumbai)થી એક રાહતના સમાચાર આવ્યા છે. અહીં સોમવારે કોરોના સંક્રમણના 700 નવા કેસ સામે આવ્યા, જે છેલ્લા 100 દિવસમાં સૌથી ઓછો આંકડો છે. અહીં  8776 ટેસ્ટ કરવામાં આવ્યા, આ પણ એક રેકોર્ડ છે. 

મુંબઈમાં ટેસ્ટિંગની ક્ષમતા વધારવાથી કોરોના પોઝિટિવિટી રેટમાં ઘટાડો નોંધાયો છે. બીએમસી સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે, હાલ મુંબઈમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 20 ટકાથી નીચો છે, એટલે કે દરેક 100 સેમ્પલ તપાસ થવા પર હવે 20થી ઓછા લોકો પોઝિટિવ આવી રહ્યાં છે. મેમાં આ રેટ 40 ટકા હતો, જ્યારે 22 મેએ આ 50 ટકાનો પણ પાર કરી ગયો હતો. 

ઘટીને 15% પર આવી ગયો પોઝિટિવિટી રેટ
બીમારીના પોઝિટિવિટી રેટમાં ઘટાડો થવાની સાથે ડબલિંગ રેટ વધીને 67 દિવસ થઈ ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં વાયરસનો ગ્રોથ રેટ પણ ઘટીને 1.03 ટકા પર આવી ગયો છે. છેલ્લા 5 દિવસના કેસના વિશ્લેષણથી ખ્યાલ આવે છે કે 21થી 25 જુલાઈ સુધી મુંબઈમાં 35742 ટેસ્ટ કરવામાં આવ્યા. આ દરમિયાન 5273 લોકો પોઝિટિવ મળ્યા હતા. આ એવરેજ 15 ટકા પોઝિટિવિટી રેટ છે. 

હજુ ખુબ સાવચેત રહેવાની જરૂર
નિષ્ણાંતોએ જણાવ્યું કે, ગ્રોથ રેટમાં ઘટાડો અને રેકવરી રેટમાં વધારાની સાથે જો પોઝિટિવિટી રેટમાં ઘટાડો આવે તો, તેને સકારાત્મક સંકેત માનવામાં આવે છે. પરંતુ લોકોએ હજુ સાવધાન રહેવા અને સાવચેતી રાખવાની જરૂર છે. બીએમસી સ્વાસ્થ્ય વિભાગના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાનીએ કહ્યુ, મહાનગરમાં વધુમાં વધુ ટેસ્ટિંગ વધારવા માટે અમે ટેસ્ટિંગ પોલિસીમાં ફેરફાર કરતા દરેકને ડોક્ટરોની સલાહ વગર તપાસ કરાવવાની મંજૂરી આપી છે. 

આ સિવાય રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 227 લોકોનું કોરોના વાયરસને કારણે મૃત્યુ થયું છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 13883 થઈ ગયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણના અત્યાર સુધી 3,83,723 કેસ સામે આવ્યા છે. તેમાંથી કુલ એક્ટિવ કેસની સંખ્યા 147592 છે. 

જુઓ LIVE TV

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news