Lockdown: PM મોદીએ આપ્યો મંત્ર- સ્વસ્થ ભારત માટે જાન પણ જરૂરી છે, જહાન પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચના કોરોના સામે લોકડાઉનની જાહેરાત કરતા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, જાન હે તો જાહન હે. આજે મુખ્યમંત્રીઓથી વીડિયો કોન્ફરન્સમાં કહ્યું, હવે સ્વસ્થ અને સમૃદ્ધ ભારત માટે જાન પણ જરૂરી છે અને જહાન પણ. દેશને પ્રત્યેક વ્યક્તિ બંનેની ચિંતા કરતા પોતાનું કર્તવ્ય નિભાવે. વડાપ્રધાનનું આ નિવેદન કોરોનાથી લડવામાં ભારતની રણનીતિની જીતના સંકેત આપે છે.
Lockdown: PM મોદીએ આપ્યો મંત્ર- સ્વસ્થ ભારત માટે જાન પણ જરૂરી છે, જહાન પણ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચના કોરોના સામે લોકડાઉનની જાહેરાત કરતા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, જાન હે તો જાહન હે. આજે મુખ્યમંત્રીઓથી વીડિયો કોન્ફરન્સમાં કહ્યું, હવે સ્વસ્થ અને સમૃદ્ધ ભારત માટે જાન પણ જરૂરી છે અને જહાન પણ. દેશને પ્રત્યેક વ્યક્તિ બંનેની ચિંતા કરતા પોતાનું કર્તવ્ય નિભાવે. વડાપ્રધાનનું આ નિવેદન કોરોનાથી લડવામાં ભારતની રણનીતિની જીતના સંકેત આપે છે.

પીએમ મોદીએ કહ્યું, જ્યારે મે રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો હતો તો પ્રારંભમાં બળ આપ્યું હતું  કે દરેક નાગરિકનો જીવ બચાવવા માટે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સિંનું પાલન ખુબજ જરૂરી છે. દેશના મોટાભાગના લોકો આ વાત સમજ્યા અને ઘરોમાં રહી પોતાનું કર્તવ્ય પણ નિભાવ્યું. અમે બધાએ પણ આ મંત્ર પર ચાલી દેશવાસીઓના જીવને બચાવવાનો પ્રયાસ કર્યો. હવે ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે સમૃદ્ધ અને સ્વસ્થ ભારત માટે જાન પણ, જહાન પણ બંને પાસાઓ પર ધ્યાન આવશ્યક છે.

તેમણે વધુમાં કહ્યું, જ્યારે દેશનો પ્રત્યેક વ્યક્તિ જાન પણ અને જહાન પણ, બંનેની ચિંતા કરતા પોતાનું કર્તવ્ય નિભાવશે, સરકાર અને તંત્રના દિશા નિર્દેશોનું પાલન કરશે. તો કોરોના ની સામે આપણી લડાઈ વધુ મજબૂત થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news