જીત બાદ ફોન કરીને PM Modi એ ખેલાડીઓને શું કહ્યું? જાણો કયા ખેલાડીના કર્યા સૌથી વધુ વખાણ

PM Modi Called The Players of Team India: દક્ષિણ આફ્રિકા સામેની રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી ક્ષણોમાં દિલધડક રીતે મેચ જીતી લીધી. આ જીત બાદ ટીમ ઈન્ડિયા સાથે ફોન પર વાતચીત કરીને પ્રધાનમંત્રી મોદીએ અભિનંદન પાઠવ્યાં. જાણો શું કહ્યું...

જીત બાદ ફોન કરીને PM Modi એ ખેલાડીઓને શું કહ્યું? જાણો કયા ખેલાડીના કર્યા સૌથી વધુ વખાણ

PM Modi Called The Players of Team India: T20 World Cup ની ફાઈનલમાં દિલધડક રોમાંચ...શ્વાસ અધ્ધર થઈ જાય તેવી સ્થિતિ...અને કરોડો દેશવાસીઓની પ્રાર્થનાઓ...આ બધામાંથી પસાર થઈને ભારતે સાઉથ આફ્રિકા સામે જીત હાંસલ કરી. દેશભરમાં ટીમ ઈન્ડિયાની જીતનો જશ્ન થઈ રહ્યો છે. ત્યારે જીત બાદ પીએમ મોદીએ ફોન કરીને ખેલાડીઓને શું કહ્યું જાણો વિગતવાર...
 
PM MODI એ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ફોન કરીને જીત પર અભિનંદન પાઠવ્યા, એક એક કરીને ટીમના દરેક ખેલાડીઓની પ્રશંસા કરી...રોહિત, વિરાટ, સૂર્યા, હાર્દિક અને બૂમરાહ વિશે શું કહ્યું...જાણો કોચ રાહુલ દ્રવિડ અંગે પીએમએ શું સ્પેશિયલ મેસેજ આપ્યો...PM MODIએ આજે સવારે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે ફોન પર વાત કરી અને T-20 વર્લ્ડ કપમાં ભારતની મજબૂત જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

PM MODI એ ખેલાડીઓ સાથે કરી ફોન પર વાતચીતઃ 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો સાથે ફોન પર વાત કરી અને ICC T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે સાત રનથી મળેલી જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા.વાતચીત દરમિયાન વડાપ્રધાને રોહિત શર્માની શાનદાર કેપ્ટનશીપની પ્રશંસા કરી અને તેની T20 કારકિર્દીની પ્રશંસા કરી.

PM MODI રોહિત અને વિરાટને શું કહ્યું?
ફોન પર ભારતીય ટીમને અભિનંદન આપતાં PM મોદીએ રોહિત શર્માની શાનદાર કેપ્ટનશીપની પ્રશંસા કરી અને તેની T-20 કારકિર્દીની પણ પ્રશંસા કરી. તેમણે ફાઇનલમાં વિરાટ કોહલીની ઇનિંગ્સ અને ભારતીય ક્રિકેટમાં તેના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. 

PM મોદીએ હાર્દિક, બુમરાહ અને સુર્યા અંગે શું કહ્યું?
વડાપ્રધાને હાર્દિક પટેલની છેલ્લી ઓવર અને સૂર્ય કુમાર યાદવના કેચ સાથે જસપ્રિત બુમરાહના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. કહ્યું દરેક ખેલાડીઓએ એક જૂથ થઈને ટીમને અમૂલ્ય યોગદાન આપીને જીતાડી છે. દરેકને અભિનંદન.

PM મોદીએ કોચ રાહુલ દ્રવિડ અંગે શું કહ્યું?
PM મોદીએ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત બદલ આખી ભારતીય ટીમને અભિનંદન આપ્યાં. ખાસ કરીને ભારતીય ક્રિકેટમાં અમુલ્ય યોગદાન બદલ પ્રધાનમંત્રી મોદીએ રાહુલ દ્રવિડનો વિશેષરૂપથી આભાર માન્યો. તેમની ખેલભાવના અને તેમના કમિટમેન્ટને હંમેશા યાદ રાખવામાં આવશે એમ પણ કહ્યું. ઉલ્લેખનીય છે કે, આ પહેલા PM મોદીએ શનિવારે મોડી રાત્રે એક વીડિયો મેસેજ જારી કરીને ટીમ ઈન્ડિયાને તેની જીત પર અભિનંદન પાઠવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news