Nirbhaya case : મુકેશને રાહત નહિ મળે, ડેથ વોરન્ટ પર પ્રતિબંધ લગાવવાનો દિલ્હી હાઈકોર્ટનો ઈન્કાર
નિર્ભયા (Nirbhaya case) ના આરોપી મુકેશની અરજી પર દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાનો આરોપી મુકેશને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. સાથે જ ડેથ વોરન્ટ પર પ્રતિબંધ લગાવવાનો પણ ઈન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું કે, તેઓ આ મામલે સેશન્સ કોર્ટ જાય. આ સાથે જ હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે. મુકેશના વકીલે કહ્યું કે, તેઓ ખુદ ડેથ વોરન્ટ પર રોક લગાવવા માટે નીચલી અદાલત જવા માંગે છે અને આખા કેસને કોર્ટની સામે રાખવા માંગે છે, પરંતુ અમે કોર્ટ પાસેથી અંતિમ રાહત માગીએ છીએ. મુકેશના વકીલે હાઈકોર્ટને કહ્યું કે, તેઓ પોતાની અરજી પરત લેવા માંગે છે, પરંતુ એક અપીલની સાથે કે ફરીથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી શકે.
Trending Photos
નવી દિલ્હી :નિર્ભયા (Nirbhaya case) ના આરોપી મુકેશની અરજી પર દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાનો આરોપી મુકેશને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. સાથે જ ડેથ વોરન્ટ પર પ્રતિબંધ લગાવવાનો પણ ઈન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું કે, તેઓ આ મામલે સેશન્સ કોર્ટ જાય. આ સાથે જ હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે. મુકેશના વકીલે કહ્યું કે, તેઓ ખુદ ડેથ વોરન્ટ પર રોક લગાવવા માટે નીચલી અદાલત જવા માંગે છે અને આખા કેસને કોર્ટની સામે રાખવા માંગે છે, પરંતુ અમે કોર્ટ પાસેથી અંતિમ રાહત માગીએ છીએ. મુકેશના વકીલે હાઈકોર્ટને કહ્યું કે, તેઓ પોતાની અરજી પરત લેવા માંગે છે, પરંતુ એક અપીલની સાથે કે ફરીથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી શકે.
Breaking : નિર્ભયાના હત્યારાઓને 22 જાન્યુઆરીએ ફાંસી નહિ અપાય, સરકારી વકીલે આપ્યું મોટું કારણ
જસ્ટિસ મનમોહને કહ્યું કે, આ અરજી ફાંસીને ટાળવાની રણનીતિ અંતર્ગત દાખલ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, 2017માં જ્યારે આરોપીઓની અપીલને સુપ્રિમ કોર્ટમા નકારી કાઢવામાં આવી હતી, ત્યારે જ તેઓએ દયા અરજી દાખલ કરી લેવી જોઈતી હતી. કેમ કે, દયા અરજી દાખલ કરવાનો સમય ત્યારથી શરૂ થઈ ગયો હતો.
આ પહેલા દિલ્હી સરકારના વકીલ રાહુલ મહેરાએ કહ્યું કે, અમે જે કહ્યું કે, 22 જાન્યુઆરીના રોજ ફાંસી શક્ય નથી, તે નિયમો અને સુપ્રિમ કોર્ટના નિર્ણય મુજબ યોગ્ય છે. જેથી આ અરજી અપરિપક્વ છે. કોર્ટને કોઈ નિર્દેશ આપવાની જરૂર નથી. આ મામલે દિલ્હી હાઈકોર્ટે સખત ટિપ્પણી કરતા કહ્યું કે, હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા પાછળનો હેતુ લાગે છે કે, મામલાને લાંબુ ખેંચી શકાય. હાઈકોર્ટે કહ્યું કે, 2017માં સુપ્રિમ કોર્ટથી અરજી નકારી કાઢ્યા બાદ આરપીઓ તરફથી અપીલ દાખલ કરવામાં જાણી જોઈને મોડુ કરવામાં આવ્યું, જેથી આ સમગ્ર મામલાને લટકાવી શકાય.
આ Tiktok Video પર ફિદા થયા બોલિવુડના અડધોઅડધ સુપરસ્ટાર્સ
હકીકતમાં, આરોપી મુકેશના ડેથ વોરન્ટ પર રોક લગાવવાની માંગણી કરનારી અરજીની સુનવણી દરમિયાન સરકારી વકીલ રાહુલ મહેરાએ કહ્યું કે, નિર્ભયાના આરોપીઓને 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવી મુશ્કેલ છે. દિલ્હી સરકારના વકીલ રાહુલ મહેરાએ કહ્યું કે, એટલુ તો નક્કી છે કે, નિર્ભયાના હત્યારાઓને 22 જાન્યુઆરી સુધી ફાંસી નહિ આપવામાં આવી શકે. કારણ કે, આ અરજી નકારી કાઢ્યા બાદના 14 દિવસ બાદ જ ફાંસી આપવામાં આવી શકે છે. તેમણે કોર્ટને જણાવ્યું કે, દિલ્હી સરકારને મુકેશની દયા અરજી મળી ગઈ છે અને આજે જ દિલ્હી સરકારે તેના પર નિર્ણય લઈને એલજીની પાસે તે મોકલી છે. રાહુલ મહેરાએ કહ્યું કે, 21 જાન્યુઆરીના રોજ બપોરે અમે ટ્રાયલ કોર્ટના જજ પાસે જઈશું. જો ત્યા સુધી દયા અરજી નકારી કાઢવામાં આવે છે તો સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ 14 દિવસની પરમિશનવાળું નવુ ડેથ વોરન્ટ જાહેર કરવુ પડશે. એટલે કે, કોઈ પણ હાલમાં 22 જાન્યુઆરી સુધી ડેથ વોરન્ટ પર અમલ શક્ય નથી. આ કારણોથી આ અરજી હજી પ્રિ-મેચ્યોર છે. મુકેશે દયા અરજી દાખલ કરી છે, તેને જો નકારી કાઢવામાં આવે તો તેને 14 દિવસનો સમય મળવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે