જીવ આપી દઈશ, પરંતુ બંગાળમાં ડિટેન્શન સેન્ટર નહીં બનવા દઉં: મમતા બેનર્જી

મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીનો વિરોધ કરી રહ્યાં છે.   

Updated By: Dec 27, 2019, 07:07 PM IST
જીવ આપી દઈશ, પરંતુ બંગાળમાં ડિટેન્શન સેન્ટર નહીં બનવા દઉં: મમતા બેનર્જી

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ શુક્રવારે બંગાળમાં ડિટેન્શન સેન્ટર સ્થાપિત કરવાને લઈને મોદી સરકારને પડકાર આપ્યો છે. ઉત્તર 24 પરગના જિલ્લામાં એક કાર્યક્રમને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું, 'અફવાઓમાં ન આવો. તે (કેન્દ્ર સરકાર) કહી રહ્યાં છે કે અહીં ડિટેન્શન સેન્ટર સ્થાપિત કરીશું. પરંતુ અહીં સત્તામાં કોણ છે? હું મારો જીવ આપવા માટે તૈયાર છું પરંતુ ભાજપને બંગાળમાં ડિટેન્શન સેન્ટર બનાવવા દઈશ નહીં, ક્યારેય નહીં. ભલે મારે તે માટે મરવુ પડે, હું તેની મંજૂરી આપીશ નહીં.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube