અખિલેશના નિવેદન પર ઉમર અબ્દુલ્લા બોલ્યા- ખુશીથી લગાવીશ, વેક્સિન કોઈ પાર્ટીની નથી

ઉમર અબ્દુલ્લાએ કહ્યુ, વેક્સિન કોઈ રાજકીય પાર્ટીની નથી. આ માનવતા માટે છે અને જેટલી જલદી તે અતિસંવેદનશીલ લોકો સુધી પહોંચશે એટલું સારૂ છે. 

અખિલેશના નિવેદન પર ઉમર અબ્દુલ્લા બોલ્યા- ખુશીથી લગાવીશ, વેક્સિન કોઈ પાર્ટીની નથી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કોરોના વેક્સિનને લઈને ખુશી જાહેર કરી છે અને કહ્યું કે, તે લગાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, જેટલા લોકો વેક્સિનેશન કરાવશે, દેશ અને અર્થવ્યવસ્થા માટે એટલું સારૂ છે. વેક્સિન કોઈ રાજકીય પાર્ટીની નથી. આ માનવતા માટે છે અને જેટલી જલદી તે અતિસંવેદનશીલ લોકો સુધી પહોંચશે એટલું સારૂ છે. 

તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ઉમરે કહ્યુ, 'હું બીજા વિશે નથી જાણતો, પરંતુ જ્યારે મારો વારો આપશે તો હું ખુશી-ખુશી કોરોના વેક્સિન લગાવીશ. આ વાયરસે અત્યાર સુધી ખુબ તબાહી મચાવી છે. તેવામાં જો કોઈ વેક્સિનથી સ્થિતિ સામાન્ય થાય છે તો મારા તરફથી હા છે.'

— Omar Abdullah (@OmarAbdullah) January 2, 2021

ઉમર અબ્દુલ્લાની આ પ્રતિક્રિયા અખિલેશ યાદવના તે નિવેદન પર આવી છે જેમાં તેમણે કહ્યુ હતુ કે તે વેક્સિન નહીં લગાવે કારણ કે તેને ભાજપની વેક્સિન પર વિશ્વાસ નથી. 

અખિલેશે વેક્સિન લેવાનો કર્યો ઇનકાર
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યુ કે, તે કોરોના વેક્સિન લગાવશે નહીં. અખિલેશે કહ્યુ, મને ભાજપની વેક્સિન પર વિશ્વાસ નથી. પરંતુ જ્યારે ભાજપે તેને ઘેર્યા તો અખિલેશે કહ્યુ કે, તેમને વૈજ્ઞાનિકોની ક્ષમતા પર વિશ્વાસ છે. પરંજુ ભાજપના તાળી-થાળી વાળા અવૈજ્ઞાનિક વિચારો પર વિશ્વાસ નથી. 

અખિલેશે ફરી ટ્વીટ કરી કહ્યુ, 'અમને વૈજ્ઞાનિકોની ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ ભાજપના તાળી-થાળી વાળા અવૈજ્ઞાનિક વિચાર અને ભાજપ સરકારની વેક્સિન લગાવવાની તે ચિકિત્સા વ્યવસ્થા પર વિશ્વાસ નથી, જે કોરોના કાળમાં ઠપ્પ પડી છે. અમે ભાજપની રાજકીય વેક્સિન નહીં લગાવીએ. સપાની સરકાર ફ્રીમાં વેક્સિન લગાવશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news