બલિયા ગોળીકાંડ: યક્ષ પ્રશ્ન!, પોલીસની પકડમાંથી આરોપી કેવી રીતે ભાગી ગયો?

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના બલિયા (Ballia) માં સરકારી કોટા હેઠળ લોકોને દુકાન ફાળવણી કરવા માટે બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન પોલીસની હાજરીમાં જ થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. આ મામલે પોલીસે 8 લોકો સામે કેસ દાખલ કર્યો છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે પ્રયત્નો ચાલુ છે. મૃતકના પરિજનોએ પોલીસ પર આરોપીને ભગાડવાનો આરોપ લગાવ્યો છે. 
બલિયા ગોળીકાંડ: યક્ષ પ્રશ્ન!, પોલીસની પકડમાંથી આરોપી કેવી રીતે ભાગી ગયો?

લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના બલિયા (Ballia) માં સરકારી કોટા હેઠળ લોકોને દુકાન ફાળવણી કરવા માટે બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન પોલીસની હાજરીમાં જ થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. આ મામલે પોલીસે 8 લોકો સામે કેસ દાખલ કર્યો છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે પ્રયત્નો ચાલુ છે. મૃતકના પરિજનોએ પોલીસ પર આરોપીને ભગાડવાનો આરોપ લગાવ્યો છે. 

કેવી રીતે ફરાર થઈ ગયો આરોપી ધીરેન્દ્ર સિંહ
ફાયરિંગ મામલે 8 લોકોના નામ સામેલ છે જ્યારે 25 અજાણ્યા લોકો સામે ગુનો નોંધાયો છે. પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. ઘટના સ્થળે હાજર રહેલા પોલીસકર્મીઓ પર આરોપીને પકડ્યા બાદ ભગાડી મૂકવાનો આરોપ લાગ્યો છે. જેના પર ઉત્તર પ્રદેશના Deputy Commissioner of Police સુભાષચંદ દુબેએ કહ્યું કે આરોપી ધીરેન્દ્ર સિંહને પકડી લેવાયો હતો, તે કેવી રીતે ભાગી ગયો તે મુદ્દે પણ કાર્યવાહી કરવામાં આવશે. 

યુપી સીએમની કડક કાર્યવાહી
ઘટનાને ગંભીરતાથી લેતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એસડીએમ, સીઓ, અને ઘટનાસ્થળ પર હાજર અનેક પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાના નિર્દેશ આપ્યા છે. આ મામલે વિપક્ષે પણ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. 

अब देखें क्या एनकाउंटरवाली सरकार अपने लोगों की गाड़ी भी पलटाती है या नहीं. #नहीं_चाहिए_भाजपा

— Akhilesh Yadav (@yadavakhilesh) October 16, 2020

અખિલેશ યાદવની ટ્વીટ
પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ મામલે સરકારે પર નિશાન સાધ્યું અને ટ્વીટ કરી કે "બલિયામાં સત્તાધારી ભાજપના એક નેતા દ્વારા એસડીએમ, અને સીઓની સામે જ જાહેરમાં એક યુવકની હત્યા કરી ફરાર થઈ જવાથી ઉત્તર પ્રદેશમાં કાયદા વ્યવસ્થાનું સત્ય સામે આવ્યું છે. હવે જોઈએ કે એન્કાઉન્ટરવાળી સરકાર પોતાના લોકોની પણ ગાડીને પલટે છે કે નહીં."

— Mayawati (@Mayawati) October 16, 2020

માયાવતીની ટ્વીટ
પ્રદેશના પૂર્વ સીએમ માયાવતીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, "ઉત્તર પ્રદેશમાં બલિયામાં ઘટેલી ઘટના ખુબ ચિંતાજનક તથા હજુ પણ મહિલાઓ અને  બાળકીઓ પર અવારનવાર થતા ઉત્પીડન વગેરેથી સ્પષ્ટ થાય છે કે અહીં કાયદો વ્યવસ્થા દમ તોડી ચૂકી છે. સરકાર  તેના પર ધ્યાન આપે તો સારું રહેશે. બીએસપીની એ સલાહ."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news