સંસદનું સત્રઃ વિપક્ષના વિરોધ વચ્ચે સરકારે નિર્ણય બદલ્યો, સંસદમાં લેખિતમાં મળશે સવાલોના જવાબ

સંસદ સત્રની શરૂઆત 14 નવેમ્બરથી થવાની છે. કોરોના સંકટકાળને કારણે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને પ્રશ્નકાળને રદ્દ કરી દેવામાં આવ્યો છે. જેના પર વિપક્ષ વિરોધ કરી રહ્યું છે. 
 

 સંસદનું સત્રઃ વિપક્ષના વિરોધ વચ્ચે સરકારે નિર્ણય બદલ્યો, સંસદમાં લેખિતમાં મળશે સવાલોના જવાબ

નવી દિલ્હીઃ સંસદનું સત્ર શરૂ થવામાં હવે થોડા દિવસ બાકી છે. કોરોના સંકટને કારણે આ વખતે ઘણા ફેરફારો થયા છે અને પશ્નકાળને હટાવી દેવામાં આવ્યો છે. વિપક્ષ તરફથી આ મુદ્દા પર આક્રમક વિરોધ નોંધાવ્યા બાદ હવે સરકારે ફેરફાર કર્યો છે. હવે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સાંસદ લેખિતમાં સવાલ પૂછી શકશે, જેનો જવાબ લેખિતમાં જ મળશે. પરંતુ વિપક્ષને હજુ આ નિર્ણયથી સંતોષ થયો નથી. 

ગુરૂવારે સંસદ સત્ર સાથે જોડાયેલ એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું કે, સાસંદોને તે જણાવવામાં આવે છે કે આ વખતે રાજ્યસભામાં પશ્નકાળ હશે નહીં. તેવામાં બધા સભ્યો પોતાના સવાલ પહેલા આપી શકે છે જેનો લેખિતમાં જવાબ મળશે. 

તમને જણાવી દઈએ કે કોરોના સંકટ વચ્ચે આ વખતે સંસદનું સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે, જે કોઈપણ રજા વિના 1 ઓક્ટોબર સુધી સતત ચાલશે. આ વખતે બંન્ને ગૃહ અલગ-અલગ શિફ્ટમાં ચાલશે, જેથી નિયમોનું પાલન થઈ શકે. પરંતુ પ્રશ્ન કાળ અને શૂન્ય કાળ સ્થગિત થવાને કારણે વિપક્ષ સરાકરના ઇરાદા પર સવાલ ઉઠાવી રહ્યું છે. 

સરકારના આ નિર્ણય પર ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયને નિશાન સાધ્યું છે. તેમણે લખ્યુ કે, તમે પ્રશ્નકાળને મંજૂરી આપી નથી, જ્યાં મંત્રીઓએ સાંસદોને જવાબ આપવાના હોય છે. પરંતુ તમે લેખિતમાં સવાલ-જવાબ માટે માની ગયા. ટુકડા ફેંકવાનું બંધ કરો, આ સંસદ છે ગુજરાતનું જીમખાના નહીં. 

Stop throwing crumbs. This is #Parliament Not the Gujarat Gymkhana

— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) September 3, 2020

કોંગ્રેસ નેતા શશિ થરૂર સહિત ઘણા નેતાઓએ પણ આ મુદ્દે સરકારને ઘેરી હતી. કોંગ્રેસ તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે, ભાજપ સંસદને રબર સ્ટેમ્પની જેમ ઉપયોગ કરી રહી છે. જ્યાં સવાલ પૂછવાની મનાઇ છે અને માત્ર બહુમતના આધાર પર બિલ પાસ કરી દેવામાં આવશે.

311માંથી BJPએ જીતી 281 સીટ, ત્રણ દાયકા બાદ મુલાયમ પરિવારનું વર્ચસ્વ સમાપ્ત

પરંતુ ભાજપ તરફથી સતત તેને કોરોના સંકટને કારણે પ્રોટોકોલમાં ફેરફારનું કારણ ગણાવ્યું છે. સાથે સ્પષ્ટતા કરી છે કે સંસદ આ દરમિયાન પોતાના સવાલોને ગૃહમાં પૂછી શકે છે. કોંગ્રેસ સિવાય ટીએમસી, શિવસેના તથા અન્ય પાર્ટીઓએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news