PM Modi Meeting: પ્રધાનમંત્રી સાથે બેઠક બાદ બોલ્યા મહેબૂબા મુફ્તી, કહ્યું- જમ્મુ-કાશ્મીરની ભલાઈ માટે પાક સાથે વાત કરે સરકાર

પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક પૂરી થયા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકો 5 ઓગસ્ટ 2019 બાદ મુશ્કેલીમાં છે. તે ગુસ્સામાં છે, પરેશાન છે અને ભાવનાત્મક રૂપથી તૂટી ચુક્યા છે.
 

PM Modi Meeting: પ્રધાનમંત્રી સાથે બેઠક બાદ બોલ્યા મહેબૂબા મુફ્તી, કહ્યું- જમ્મુ-કાશ્મીરની ભલાઈ માટે પાક સાથે વાત કરે સરકાર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પ્રક્રિયા અને ચૂંટણી મુદ્દાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘાટીના નેતાઓ સાથે આજે આશરે ત્રણ કલાકથી વધુ સમય બેઠક કરી. પીએમ નરેન્દ્ર મોદીની સાથે સર્વદળીય બેઠકમાં જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને જલદીથી વિધાનસભા ચૂંટણી સંપન્ન કરાવવાની માંગ ઉઠી છે. આ વચ્ચે બેઠક બાદ એકવાર ફરી મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાનનો રાહ આલાપ્યો છે. પીડીપી પ્રમુખ મુફ્તીએ કહ્યું કે, તે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370ની પુનઃસ્થાપના કરશે. સાથે તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં શાંતિ માટે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ. 

પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક પૂરી થયા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકો 5 ઓગસ્ટ 2019 બાદ મુશ્કેલીમાં છે. તે ગુસ્સામાં છે, પરેશાન છે અને ભાવનાત્મક રૂપથી તૂટી ચુક્યા છે. તે અપમાનિત અનુભવી રહ્યાં છે. મેં પીએમને કહ્યુ કે, જે રીતે આર્ટિકલ 370ને ગેરબંધારણીય, ગેરકાયદેસર અને અનૈતિક રૂપથી રદ્દ કરવામાં આવ્યો, તેને જમ્મુ-કાશ્મીરના લોકો સ્વીકારતા નથી. 

— ANI (@ANI) June 24, 2021

તેમણે આગળ કહ્યું કે, જમ્મુ કાશ્મીરના લોકો બંધારણિય, લોકતાંત્રિક, શાંતિપૂર્ણ રીતે સંઘર્ષ કરશે. મહિનાઓ થાય કે વર્ષો અમે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370ની વાપસી કરીશું કારણ કે આ અમારી ઓળખનો મામલો છે. આ અમને પાકિસ્તાનથી નથી મળ્યું, પરંતુ અમારા દેશે અમને આપ્યું, જેએલ નેહરૂ અને સરદાર પટેલે આપ્યું. 

મહેબૂબાએ આગળ કહ્યું કે, મેં તેમને શુભેચ્છા આપી કે તેમણે પાકિસ્તાન સાથે વાત કરી અને તેનાથી યુદ્ધવિરામ થયું અને ઘુષણખોરી ઓછી થી. જમ્મુ-કાશ્મીરની શાંતિ માટે જો તમણે પાકિસ્તાન સાથે બીજીવાર વાત કરવી છે તો કરવી જોઈએ. તેમણે પાકિસ્તાનની સાથે વેપારને લઈને પણ વાતચીત કરવી જોઈએ, કારણ કે બંને દેશો વચ્ચે વેપાર બંધ છે, આ ઘણા લોકો માટે રોજગારનો સ્ત્રોત છે. 

જમ્મુ-કાશ્મીરના 14 નેતાઓ સાથે પ્રધાનમંત્રીની બેઠક
મ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે પીએમ નરેન્દ્ર મોદીની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. કાશ્મીર પર આશરે 14 નેતાઓની સાથે પ્રધાનમંત્રીની બેઠક ત્રણ કલાક ચાલી હતી. આ બેઠકની શરૂઆતમાં સંસદીય કાર્ય મંત્રીએ આર્ટિકલ 370 હટ્યા બાદ રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ સંબોધન કર્યુ હતુ. 

દિલ્હીનું અંતર અને દિલનું અંતર દૂર થશેઃ પીએમ મોદી
જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે થયેલી બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે વચનબદ્દ છે. દિલ્હીનું અંતર અને દિલનું અંતર ઓછુ થશે. પરિસીમનની પ્રક્રિયા બાદ ચૂંટણી થશે. 

બેઠક બાદ જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અલ્તાફ બુખારીએ કહ્યુ કે, આજે સારા માહોલમાં વાતચીત થી છે. બધાએ વિસ્તારથી પોતાની વાત રાખી છે. પીએમ મોદી અને ગૃહ મંત્રીએ બધાની વાત સાંભળી છે. પીએમે કહ્યુ કે, ડિલિમિટેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news