બજેટ બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભડકો, જાણો આજના ભાવ

મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ શુક્રવારે રજુ કરવામાં આવ્યું. તેના બીજા જ દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ભડકો જોવા મળ્યો. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 2.45 રૂપિયા પ્રતિ લીટર વધારો થયો છે. વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.96 રૂપિયા પ્રતિ લીટર થયો. ગુજરાતમાં પેટ્રોલમાં રૂ. 2.35નો અને ડીઝલમાં રૂ. 2.46 નો વધારો થયો છે. 
બજેટ બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભડકો, જાણો આજના ભાવ

નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ શુક્રવારે રજુ કરવામાં આવ્યું. તેના બીજા જ દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ભડકો જોવા મળ્યો. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 2.45 રૂપિયા પ્રતિ લીટર વધારો થયો છે. વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.96 રૂપિયા પ્રતિ લીટર થયો. ગુજરાતમાં પેટ્રોલમાં રૂ. 2.35નો અને ડીઝલમાં રૂ. 2.46 નો વધારો થયો છે. 

પેટ્રોલની સાથે જ ડીઝલના ભાવમાં પણ આજે વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં ડીઝલના ભાવમાં 2.36 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. વધારા બાદ દિલ્હીમાં ડીઝલના ભાવ 66.69 રૂપિયા પ્રતિ લીટર થયાં. આ બાજુ ગુજરાતમાં પણ પેટ્રોલમાં રૂ. 2.35નો અને ડીઝલમાં રૂ. 2.46 નો વધારો થયો છે. વધારા બાદ પેટ્રોલનો નવો ભાવ રૂ. 70.27 પ્રતિ લીટર થયો અને ડીઝલનો નવો ભાવ રૂ. 69.69 થયો.

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે મોદી સરકારમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોદી સરકારનું પૂર્ણ બજેટ સંસદમાં રજુ કર્યું. બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર સેસ અને એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલ પર સરકાર તરફથી 1 રૂપિયા પ્રતિ લીટરના હિસાબે સેસ અને 1 રૂપિયા પ્રતિ લીટરે એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news