મારા પરમ મિત્ર અરૂણ જેટલીના અંતિમ દર્શન ન કરી શક્યો તે મારુ દુર્ભાગ્ય: PM મોદી

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની શ્રદ્ધાંજલી સભાનું આયોજન મંગળવારે દિલ્હીની જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું

મારા પરમ મિત્ર અરૂણ જેટલીના અંતિમ દર્શન ન કરી શક્યો તે મારુ દુર્ભાગ્ય: PM મોદી

નવી દિલ્હી : પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ શ્રદ્ધાંજલી સભામાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત ભાજપનાં અનેક મોટા નેતાઓ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અરૂણ જેટલી દરેક વ્યક્તિનાં મિત્ર હતા, દરેક વ્યક્તિને પ્રેમ હતો. પોતાની પ્રતિભા અને પુરૂષાર્થથી તેઓ જેના માટે જ્યાં પણ મદદગાર થઇ શકે તેમ હતા, તેઓ થયા.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો: દિગ્ગજ નેતા કૃપાશંકર સિંહે છોટી પાર્ટી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે પણ અરૂણ જેટલી સાથે પહેલીવાર મળતા હતા, તેમનાં વ્યક્તિત્વ દિવાના થઇ ગયા હતા. હું પહેલી મુલાકાતમાં જ તેમની યોગ્યતા અને કાર્યક્ષમતાનો ચાહક બની ગયો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે પણ તેમને કોઇ ક્લાઇન્ટ મળવા આવતો હતો તો તે વિચારતો હતો કે આમની પાસે ક્યાં મોકલી દીધો ? તે કહેતો હતો કે જ્યારે પણ હું તેમને કેસ કે સમસ્યા જણાવી રહ્યો હતો તો તેઓ ટીવી જોઇ રહ્યા હતા અથવા ખાવાનું ઓર્ડર કરી રહ્યા હતા. તેમણે મારી વાત તો સાંભળી નહી ખબર નહી કોર્ટમાં શું થશે.

ત્યાગ અને તપસ્યા થકી બ્રાહ્મણોએ સમાજમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે: ઓમ બિરલા
વડાપ્રધાને વધારેમાં જણાવ્યું કે, એક પ્રકારે તે નિરાશ થઇને જતો હતો. જો કે કોર્ટમાં જ્યારે તેઓ અરૂણ જેટલીને સાંભળતો હતો તો તેઓ પરેશાન થઇ જતા હતા કે નાનકડી મુલાકાતમાં તેમણે બધુ જ સમજી લીદું. પોતાની જાતને કેસ માટે તૈયાર કરી લીધા હતા અને તેઓ પણ જીતી ગયા. એવી અનેક ઘટનાઓ તમને સાંભળવા પણ મળશે.

UNHRCની બેઠક બાદ PAK વિદેશ મંત્રીએ જ સ્વિકાર્યું કે J&K ભારતનું અભિન્ન અંગ
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અરૂણ જેટલીને યાદ કરતા કહ્યું કે, ક્યારે પણ વિચાર્યું નહોતું કે આપણા મિત્રો શ્રદ્ધાંજલી આપવા આવું પડશે. તેઓ લાંબા સમયથી બિમાર હતા, પરંતુ અંતિમ દિવસો સુધી પણ તેઓ પોતાનાં સ્વાસ્થય અંગે જણાવવામાં સમય બગાડતા નહોતા. વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલી સભામાં કહ્યું કે, અરૂણ જેટલીનાં જીવનની વિવિધતાઓથી ભરેલી હતી. બીજી તરફ દુનિયાની સૌથી નવી વસ્તુ અંગે પણ પુરતી માહિતી રાખતા હતા. તેમની પાસે માહિતીનો ભંડાર હતો. ઉલ્લેખનીય છે કે, ભાજપના કદ્દાવર નેતા અને પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 24 ઓગષ્ટે એમ્સમાં નિધન તઇ ગયું હતું. તેઓ 66 વર્ષનાં હતા. તેમના અંતિમ સંસ્કાર દરમિયાન વડાપ્રધાન મોદી વિદેશ મુલાકાતે ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news