Cyclone Tauktae: ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, પ્રધાનમંત્રીએ તૈયારીની કરી સમીક્ષા, અધિકારીઓને આપ્યા ખાસ નિર્દેશ
પીએમ મોદીએ સંબંધિત અધિકારીઓને લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવા, લાઇટ, દૂરસંચાર, સ્વાસ્થ્ય, પેયજલ જેવી જરૂરી સુવિધાઓની ખાતરી કરવાના નિર્દેશ આપ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાવાઝોડું 'તૌકતે' નો સામનો કરવાની તૈયારીની સમીક્ષા કરવા માટે શનિવારે રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો અને એજન્સીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. પીએમ મોદીએ સંબંધિત અધિકારીઓને લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવા, લાઇટ, દૂરસંચાર, સ્વાસ્થ્ય, પેયજલ જેવી જરૂરી સુવિધાઓની ખાતરી કરવાના નિર્દેશ આપ્યા છે.
પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમો) તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રીએ ચક્રવાતથી જે સ્થળો પ્રભાવિત થવાની સંભાવના છે ત્યાંની હોસ્પિટલોમાં કોવિડ મેનેજમેન્ટ, રસીકરણ, લાઇલની કમી ન થાય, તેના ઉપાય અને જરૂરી વસ્તુઓના જથ્થા માટે વિશેષ તૈયારીઓની જરૂરીયાત પર ભાર આપ્યો છે.
ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, ગૃહ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન, સંચાર, પરિવહન મંત્રાલયોના સચિવ, રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સર્વોચ્ચ અધિકારીઓ, રેલવે બોર્ડના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી કાર્યાલય તથા ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ Positivity Unlimited Program: આ પરીક્ષાનો સમય છે અને આપણે પોઝિટિવ રહેવું પડશેઃ મોહન ભાગવત
પીએમઓએ કહ્યું- પ્રધાનમંત્રીએ નિયંત્રણ કક્ષોને 24 કલાક કાર્યરત રાખવાના નિર્દેશ આપ્યા. તેમણે જામનગરથી થનાર ઓક્સિજનની આપૂર્તિ પર ઓછામાં ઓછો પ્રભાવ પડે તે માટે વિશેષ ધ્યાન આપવાનું કહ્યું છે. તેમણે સમય રહેતા બચાવ તથા રાહત અભિયાનમાં સ્થાનીક લોકોને સામેલ કરવા વિશે પણ વાત કરી છે.
નિવેદન પ્રમાણે, ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડું તૌકતે 18 મેએ બપોરે કે સાંજે પોરબંદર અને નલિયા વચ્ચે ગુજરાતના સમુદ્ર કિનારે ટકરાય શકે છે અને આ દરમિયાન ભારે પવન આવી શકે છે. પવનની ગતિ 175 કિમી પ્રતિ કલાક રહી શકે છે.
તેના કારણે ગુજરાતના સમુદ્ર કિનારા, ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. તો જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, અમરેલી, રાજકોટ અને જામનગર સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે.
ગુજરાત સરકાર પણ એલર્ટ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના દરિયા કિનારાના જિલ્લાઓમાં આ સંભવિત વાવાઝોડાની આફતનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે સમગ્ર વહીવટીતંત્રને યુદ્ધના ધોરણે સજ્જ થઈ આ આવનારી આફતને પહોંચી વળવા આગોતરૂ આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું તેમજ સંબંધિત જિલ્લાઓએ કરેલી વ્યવસ્થાઓની તલસ્પર્શી માહિતી મેળવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે