BUDGET 2020: દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરશે આ બજેટઃ પીએમ નરેન્દ્ર મોદી

ખેડૂતોની આવક બમણી થાય. તેના પ્રયાસોની સાથે 16 એક્શન પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જે ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારને પ્રોત્સાહન આપવાનું કામ કરશેઃ વડાપ્રધાન

BUDGET 2020: દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરશે આ બજેટઃ પીએમ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને આજે સંસદમાં વર્ષ 2020-2021 માટે બજેટ રજૂ કર્યું હતું. તેમણે બજેટમાં અનેક જાહેરાત કરી છે. હવે આ બજેટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરી રહ્યાં છે. જાણો વડાપ્રધાનના સંબોધનની મોટી વાતો..

- હું આ બજેટના પ્રથમ બજેટ માટે, જેમાં વિઝન પણ છે, એક્શન પણ છે, નાણાપ્રધાન નિર્મલા સીતારમન જી અને તેમની ટીમને ખુબ ખુબ શુભેચ્છા આપુ છું.

- બજેટમાં જે રીફોર્મ્સની જાહેરાત કરવામાં આવી છે, તે અર્થવ્યવસ્થાને ગતિ આપવા, દેશના પ્રત્યેક નાગરિકોને આર્થિક રૂપથી સશક્ત બનાવવા અને આ દાયકામાં અર્થવ્યવસ્થાના પાયાને મજબૂત કરવાનું કામ કરશેઃ પીએમ મોદી

- રોજગારના મુખ્ય ક્ષેત્ર હોય છે, એગ્રીકલ્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્સટાઇલ અને ટેક્નોલોજી. રોજગારી વધારવા માટે આ ચારેય પર બજેટમાં ભાર આપવામાં આવ્યો છે.

- ખેડૂતોની આવક બમણી થાય. તેના પ્રયાસોની સાથે 16 એક્શન પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જે ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારને પ્રોત્સાહન આપવાનું કામ કરશે. 

- આધુનિક ભારત માટે આધુનિક આંતરમાળખાનું મોટું મહત્વ છે. આંતરમાળખું પણ રોજગારી નિર્માણ કરે છે. 100 લાખ કરોડ રૂપિયાથી 6500 પ્રોજેક્ટસનું નિર્માણ, મોટા પાયા પર રોજગારની તકો વધશે. નેશનલ લોજિસ્ટિક્સ પોલિસીથી પણ વ્યાપાર, કારોબાર, રોજગારને લોભ મળશે. 

- ડિવિડેન્ટ ડિસ્ટ્રિબ્યૂશન ટેક્સ હટાવવાને કારણે, કંપનીઓના હાથમાં 25 હજાર કરોડ રૂપિયા આવશે જે તેને આગળ રોકાણ કરવામાં મદદ કરશે. બહારના રોકાણને ભારતમાં આકર્ષિત કરવા માટે વિભિન્ન ટેક્સ કન્સેશન્સ આપવામાં આવ્યા છે. 

- સ્ટાર્ટ અપ્સ અને રીયલ ઇસ્ટેટ્સ માટે પણ ટેક્સ રાહત આપવામાં આવી છે. આ બધા નિર્ણય અર્થવ્યવસ્થાને ઝડપથી વધારવા અને તેના માધ્યમથી યુવાઓ માટે રોજગારીની નવી તક ઉપલબ્ધ થશે. હવે આપણે આવકવેરાની વ્યવસ્થામાં વિવાદથી વિશ્વાસની સફર પર ચાલી નિકળ્યા છીએ. 

- આપણા કંપની કાયદામાં જે હજુ કેટલિક સિવિલ નેચરની ભૂલ થાય છે, તેને હવે ડી-ક્રિમિનલાઇઝ કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ટેક્સપેયર ચાર્ટર દ્વારા ટેક્સપેયર્સના અધિકારોને સ્પષ્ટ કરવામાં આવશે. 

- મિનિમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નેન્સના કમિટમેન્ટને આ બજેટને મજબૂત કર્યું છે.

- ફેસલેસ અપીલની જોગવાઇ, ડાયરેક્ટ ટેક્સનું નવું, સરળ માળખું, ડિસઇનવેસ્ટમેન્ટ પર ભાર, ઓટો ઇનરોલમેન્ટના માધ્યમથી યૂનિવર્સલ પેન્શનની જોગવાઈ, યૂનિફાઇટ પ્રોક્યોરમેન્ટ સિસ્ટમ તરફ વધવું, આ બધા એવા પગલા છે, જે લોકોની જિંદગીમાં સરકારને ઓછી કરશે, તેના ઈઝ ઓફ લિવિંગને વધારશે. 

- આજે સરકારી નોકરી માટે યુવાઓએ ઘણી અલગ અલગ પરીક્ષાઓ આપવાની હોય છે. આ વ્યવસ્થામાં ફેરફાર કરી, હવે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી દ્વારા લેવામાં આવતી ઓનલાઇન કોમન એક્ઝામના માધ્યમથી નિમણૂંક કરવામાં આવશે. 

- કિસાનો માટે પોતાના ઉત્પાદનોને યોગ્ય રીતે માર્કેટ અને ટ્રાન્સપોર્ટ માટે- કિસાન રેલ અને કૃષિ ઉડાન દ્વારા નવી વ્યવસ્થા બનાવવામાં આવશે.

- મને વિશ્વાસ છે કે આ બજેટ આવક અને રોકાણને વધારશે, Demand અને Consumptionને વધારશે, Financial System અને Credit Flowમાં નવી સ્ફૂર્તિ લાવશે. આ બજેટ દેશની વર્તમાન જરૂરીયાતોની સાથે ભવિષ્યની અપેક્ષાની પૂર્તી કરશેઃ પીએમ મોદી
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news