ગુરૂવારે જી-20 સંમેલનમાં હાજરી આપશે પીએમ મોદી, કોરોના સામે લડવાનો બનશે એક્શન પ્લાન


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ ગુરૂવારે આ મુદ્દા પર પ્રભાવી અને લાભકારી ચર્ચાની આશા કરી રહ્યાં છે. જી-20ની આ બેઠકમાં કોરોના વાયરસની અસર અને તેની સારવાર માટે વ્યાપક ચર્ચા થશે.

ગુરૂવારે જી-20 સંમેલનમાં હાજરી આપશે પીએમ મોદી, કોરોના સામે લડવાનો બનશે એક્શન પ્લાન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે કોરોના વાયરસ પર જી-20 સંમેલનમાં હાજરી આપશે. કોરોના સંક્રમણને કારણે આ વખતે સંમેલન વીડિયો કોન્ફરન્સથી થઈ રહ્યું છે. તેથી તેને જી-20 વર્ચુઅલ સમિટ નામ આપવામાં આવ્યું છે. આ વખતે જી-20 સંમેલનના આયોજનની જવાબદારી સાઉદી અરબની પાસે છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ટ્વીટ કર્યું, 'કોવિડ-19 મહામારીનો સામનો કરવામાં જી-20 એક મહત્વની ભૂમિકા ભજવવાનું છે.'

કોરોનાના મુકાબલા માટે એક્શન પ્લાન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ ગુરૂવારે આ મુદ્દા પર પ્રભાવી અને લાભકારી ચર્ચાની આશા કરી રહ્યાં છે. જી-20ની આ બેઠકમાં કોરોના વાયરસની અસર અને તેની સારવાર માટે વ્યાપક ચર્ચા થશે. જી-20 દેશ આ દરમિયાન પેકેજની જાહેરાત કરી શકે છે. 

જી-20 સંમેલનમાં 19 ઔદ્યોગિક દેશ અને યૂરોપિયન યૂનિયન હાજરી આપશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાનારા આ સંમેલનમાં કોરોના સામે લડવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. સૂત્રો પ્રમાણે આ વીડિયો કોન્ફરન્સ ગુરૂવારે સાંજે 5.30 કલાકથી લઈને સાંજે 7 કલાક સુધી હોઈ શકે છે. 

Corona: ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 600ને પાર, 10 લોકોના મોત 

વિશ્વમાં કોરોનાથી 19 હજાર કરતા વધુ મોત
કોરોના વાયરસથી આ સમયે 172 દેશ પ્રભાવિત છે. જોન હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડા પ્રમાણે આ બીમારીથી 4 લાખ 38 હજાર લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે આ બીમારીથી મૃત્યુ પામનારની સંખ્યા 19500ને પાર કરી ચુકી છે. 

સારી વાત તે છે કે વિશ્વભરમાં 1 લાખ 11 હજાર લોકોની સારવાર પણ થઈ ચુકી છે. જી-20 સંમેલનમાં આ બીમારીના આર્થિક, સામાજીક અને વૈશ્વિક પ્રભાવ પર પણ ચર્ચા થશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news