Corona Virus: અમદાવાદમાં કોરોનાને લીધે 85 વર્ષીય વૃદ્ધાનું મોત


રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના 39 કેસ સામે આવ્યા છે તો 2 લોકોના મોત થયા છે. 

Corona Virus: અમદાવાદમાં કોરોનાને લીધે 85 વર્ષીય વૃદ્ધાનું મોત

અતુલ તિવારી/અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસથી વધુ એક મોત થયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 85 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસને કારણે આ બીજું મોત છે. આ પહેલા સુરતમાં એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 39 લોકો કોરોનાથી સંક્રમિત છે. 

રાજ્યમાં કોરોનાથી બીજું મોત
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસને કારણે બીજી મોતની ઘટના બની છે. આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક 85 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે. આ પહેલા સુરતમાં પણ કોરોનાને લીધે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. તો દેશમાં અત્યાર સુધી 11 લોકોના મોત કોરોનાને લીધે થયા છે. 

ગુજરાતમાં કોરોનાના 39 કેસ
ગુજરાતમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યાં છે. હવે રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ સાથે રાજકોટમાં અત્યાર સુધી કોરોનાના કુલ 4 મામલા સામે આવ્યા છે. જ્યારે ગુજરાતમાં આ આંકડો 39 પર પહોંચી ગયો છે.  જેમાં અમદાવાદમાં 14, સુરતમાં 7, રાજકોટમાં 4, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6 અને કચ્છમાં 1 કેસ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news