World Boxing Championship : મંજુએ હારવા છતાં પણ બનાવ્યો ઈતિહાસ, તોડ્યો મેરિકોમનો રેકોર્ડ

બીજી સીડ પાલ્ટસેવા સામે મળેલા આ પરાજય સાથે મંજુને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. પાંચ ન્યાયાધિશે યજમાન રશિયાની ખેલાડીના તરફેણમાં 29-28, 29-28, 30-27, 30-27, 28-29 પોઈન્ટ આપ્યા હતા. આ મુકાબલા સાથે જ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતીય અભિયાન સમાપ્ત થઈ ગયું છે. 

World Boxing Championship : મંજુએ હારવા છતાં પણ બનાવ્યો ઈતિહાસ, તોડ્યો મેરિકોમનો રેકોર્ડ

ઉલાન ઉદે(રશિયા): ભારતની બોક્સર મંજુ રાનીને વિશ્વ મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપની ફાઈનલમાં રવિવારે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. રશિયાની એકાતેરિના પાલ્ટસેવાએ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલી છઠ્ઠી સીડ મંજુને 48 કિગ્રામના વર્ગની ફાઈનલમાં 4-1થી હરાવી હતી. મંજુને આ પરાજય સાથે સિલ્વર મેડલ મળ્યો, જે ટૂર્નામેન્ટમાં ભારત માટે એકમાત્ર સિલ્વર મેડલ છે. 

બીજી સીડ પાલ્ટસેવા સામે મળેલા આ પરાજય સાથે મંજુને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. પાંચ ન્યાયાધિશે યજમાન રશિયાની ખેલાડીના તરફેણમાં 29-28, 29-28, 30-27, 30-27, 28-29 પોઈન્ટ આપ્યા હતા. આ મુકાબલા સાથે જ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતીય અભિયાન સમાપ્ત થઈ ગયું છે. 

— SAIMedia (@Media_SAI) October 13, 2019

મંજુએ મેરીકોમનો આ રેકોર્ડ તોડ્યો 
18 વર્ષ પછી આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ ભારતીય મહિલા મુક્કેબાજે પોતાની પદાર્પણ વિર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હોય. સ્ટ્રાન્જા કપની સિલ્વર મેડલ વિજેતા મંજુથી પહેલા એમ.સી. મેરીકોમ 2001માં પોતાની પદાર્પણ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી હતી. મેરીકોમ આ વખતે 51 કિલો ગ્રામ વર્ગમાં લડી હતી, પરંતુ સેમી ફાઈનલમાં તેને 1-4થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

આ ટૂર્નામેન્ટમાં ભારતે એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. બ્રોમ્ઝ મેડલ જમુના બોરો, લવલીના બોર્ગોહેન અને 6 વખતની વિર્લ્ડ ચેમ્પિયન મેરી કોમે જીત્યો છે. આ ત્રણે શનિવારે પોત-પોતાની મેચ હારી ગઈ હતીં. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news