જનતાને લૂંટનારા કેટલાક લોકો હવે યોગ્ય જગ્યા પર પહોંચી ગયા છે: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક દિવસના ઝારખંડ પ્રવાસે હાલ રાંચી પહોંચ્યા. અહીં તેમણે પહેલા તો વિધાનસભા  ભવનનું ઉદ્ધાટન કર્યું. ત્યારબાદ તેમણે વિધાનસભા ભવનની રેપ્લિકાનું પણ અવલોકન કર્યું. આ ઉપરાંત પીએમ મોદીએ રાંચીમાં ત્રણ રાષ્ટ્રીય અને બે રાજ્ય સ્તરની યોજનાઓનો શુભારંભ કર્યો. તેમણે સાહિબગંજ મલ્ટીમોડલ ટર્મિનલ (પોર્ટ)નું પણ ઉદ્ધાટન કર્યું.

જનતાને લૂંટનારા કેટલાક લોકો હવે યોગ્ય જગ્યા પર પહોંચી ગયા છે: પીએમ મોદી

રાંચી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક દિવસના ઝારખંડ પ્રવાસે હાલ રાંચી પહોંચ્યા. અહીં તેમણે પહેલા તો વિધાનસભા  ભવનનું ઉદ્ધાટન કર્યું. ત્યારબાદ તેમણે વિધાનસભા ભવનની રેપ્લિકાનું પણ અવલોકન કર્યું. આ ઉપરાંત પીએમ મોદીએ રાંચીમાં ત્રણ રાષ્ટ્રીય અને બે રાજ્ય સ્તરની યોજનાઓનો શુભારંભ કર્યો. તેમણે સાહિબગંજ મલ્ટીમોડલ ટર્મિનલ (પોર્ટ)નું પણ ઉદ્ધાટન કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ રાંચના પ્રભાત તારા મેદાનમાં સભાને સંબોધન કર્યું. રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર રાજ્યપાલ દ્રોપદી મુર્મૂ અને મુખ્યમંત્રી રઘુવર દાસે તેમનું સ્વાગત કર્યું હતું. 

વડાપ્રધાને કહ્યું કે 2 ઓક્ટોબરના રોજ ગાંધીજીની 150મી જયંતી છે. આ દિવસે આપણે પ્લાસ્ટિકના કચરાને હટાવવાનો છે. કાલથી જ દેશમાં સ્વચ્છતા જ સેવા અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. આ અભિયાન હેઠળ 2 ઓક્ટોબર સુધીમાં આપણે આપણા ઘરોમાં, શાળાઓમાં, ઓફિસોમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકને ભેગું કરવાનું છે. 

પ્રભાત તારા મેદાનમાં સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે વડાપ્રધાન આવાસ યોજનાના માધ્યમથી 2 કરોડથી વધુ ઘરો ગરીબો માટે બનાવવામાં આવ્યાં. હવે 2 કરોડ વધુ ઘરો માટે કામ કરવામાં આવી રહ્યું છે. 

વડાપ્રધાને કહ્યું કે અમે આયુષ્યમાન ભારત યોજના હેઠળ વડાપ્રધાન જન  આરોગ્ય યોજના લઈને આવ્યાં. અહીં ઝારખંડથી તેની શરૂઆત કરી. જે હેઠળ અત્યાર સુધીમાં 44 લાખ ગરીબ દર્દીઓ સારવારનો લાભ લઈ ચૂક્યા છે. જેમાંથી લગભગ 3 લાખ ઝારખંડના છે. 

— ANI (@ANI) September 12, 2019

પીએમ મોદીએ કહ્યું કે જીવન જ્યોતિ યોજના અને વડાપ્રધાન સુરક્ષા વીમા યોજના સાથે 22 કરોડથી વધુ દેશવાસીઓ જોડાઈ ચૂક્યા છે. તેમાંથી 30 લાખથી વધુ સાથીઓ ઝારખંડથી છે. આ સાથે જ તેમણે કહ્યું કે આ વર્ષ માર્ચથી પેન્શન યોજના દેશના કરોડો અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે ચાલી રહી છે. શ્રમયોગી માનધન યોજના જોડે અત્યાર સુધીમાં 32 લાખથી વધુ શ્રમિક સાથી જોડાઈ ચૂક્યા છે. 

વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે જે લોકોએ એમ વિચારી લીધુ હતું કે તેઓ દેશના કાયદાથી પણ ઉપર છે, દેશની અદાલતોથી પણ ઉપર છે તેઓ આજે કોર્ટ પાસે જામીનની ગુહાર લગાવી રહ્યાં છે. પીએમનો આ પ્રહાર દેશના પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ પર હતો. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પછી સભાને સંબોધન કરતા કહ્યું કે નવી સરકાર બન્યા બાદ મને જે રાજ્યોમાં સૌથી પહેલા જવાની તક મળી, તેમાં ઝારખંડ એક છે. આ જ પ્રભાત તારા મેદાનમાં મેં હજારો લોકો સાથે યોગ કર્યા હતાં. આ મેદાનથી આયુષ્યમાન ભારત યોજના શરૂ થઈ હતી. તેમણે કહ્યું કે ઝારખંડ એ જ રાજ્ય છે જે ગરીબ અને જનજાતીય યોજનાઓનું લોન્ચિંગ પેડ છે. 

પીએમ મોદીએ કહ્યું કે આજે મને સાહિબગંજ મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્ધાટન કરવાની તક મળી. આ માત્ર એક પ્રોજેક્ટ જ નથી પરંતુ તા સમગ્ર વિસ્તારને પરિવહનનો નવો વિકલ્પ આપી રહ્યો છે. 

પ્રભાત તારા મેદાનમાં આયોજિત એ સમારોહને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું કે વડાપ્રધાને 100 દિવસમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. હવે કાશ્મીરના લોકોને પણ  ભારત સરકારની યોજનાઓનો લાભ મળશે. આ એક મજબુત નિર્ણય છે. સીએમએ ક્યું કે દેશના કરોડો લોકોની માગણીને પીએમ મોદીએ પૂરી કરી. 

તેમણે કહ્યું કે કલમ 370 હટાવવાથી 1947 બાદ પીએમ મોદીના નેતૃત્વમાં દેશને સંપૂર્ણ આઝાદી મળી છે. આ સાથે જ ત્રિપલ તલાક કાયદાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે વર્ષોથી મુસ્લિમ મહિલાઓની આ માગણી હતી. 

આ 3 કેન્દ્રીય યોજનાઓનો થયો શુભારંભ
પહેલી યોજના કિસાન માનધન યોજના છે. જે હેઠળ ખેડૂતોને 3 હજાર રૂપિયા પેન્શન મળશે. બીજી યોજના ગુણવત્તાવાળા શિક્ષણ માટે ખાસ કરીને 462 એકલવ્ય શાળાઓની આધારશિલા રાખવાની છે જ્યારે ત્રીજી યોજના નાના દુકાનદારોને પેન્શન યોજના ઉપલબ્ધ કરાવવાની છે. 

જુઓ LIVE TV

ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે જણાવ્યું કે કિસાન યોજના હેઠળ રાજ્યમાં એક લાખથી વધુ ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી મુજબ કિસાન પેન્શન રજિસ્ટ્રેશન મામલે ઝારખંડ પાંચમુ સૌથી મોટું રાજ્ય છે. દાસે કહ્યું કે 18થી 40 વર્ષની વયના ખેડૂતોને 60 વર્ષની ઉંમર  બાદ પેન્શન યોજનાનો લાભ મળશે. 

તેમણે કહ્યું કે આ જ રીતે 18થી 40 વર્ષના નાના દુકાનદાર 60 વર્ષની ઉંમર બાદ પેન્શન મેળવવા પાત્ર રહેશે. સરકાર  સાથે રજિસ્ટ્રેશન થયેલા નાના દુકાનદારોને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળશે. આદિવાસી બાળકોને ગુણવત્તાવાળા શિક્ષણ મળે તે માટે 462 એકલવ્ય શાળાઓમાંથી 69ને ઝારખંડમાં સ્થાપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news