તમે તમામ ધમપછાડા કરી લીધા છતા નિષ્ફળ, કોંગ્રેસ સરકાર બનાવશે: પ્રિયંકા

પ્રિયંકા ગાંધીએ 12 કિલોમીટર લાંબો રોડશો કરીને પોતાનાં પોલિટિકલ કેરિયરની શરૂઆત કરી હતી, જેમાં રાહુલ ગાંધી સહિતનાં કોંગ્રેસી નેતાઓ હાજર રહ્યા હતા

તમે તમામ ધમપછાડા કરી લીધા છતા નિષ્ફળ, કોંગ્રેસ સરકાર બનાવશે: પ્રિયંકા

લખનઉ : લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવતી પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે લખનઉમાં રોડ શો કર્યો હતો. પ્રિયંકા સાથે તેમના ભાઇ અને કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રહ્યા. કોંગ્રેસ ઉત્તરપ્રદેશની તમામ 80 લોકસભા સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. એવામાં આ મેગા શો દ્વારા પાર્ટી કાર્યકર્તાઓમાં ફેર ઉત્સાહ ભરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

યુપીમાં કોંગ્રેસ નબળું ન પડી શકે
રોડ શો પુર્ણ થયા બાદ કોંગ્રેસ મુખ્ય મથક પર રાહુલ ગાંધીએ કહ્યું કે, યુપીમાં કોંગ્રેસ ક્યારે પણ નબળી પડી શકે નહી. તમે બધુ જ ધમપછાડા કરી લીધા, તમામ નિષ્ફળ રહ્યા. હવે કોંગ્રેસની સરકાર બનશે. 

કોંગ્રેસ મુખ્ય મથક પર રાહુલ ગાંધી કરી રહ્યા છે સંબોધન
કોંગ્રેસ ઓફીસમાં રાહુલ ગાંધી લોકોને સંબોધિત કરી રહ્યા છે. રાહુલે કહ્યું કે, કોંગ્રેસ એક વિચારધારા છે. નરેન્દ્ર મોદીના પાંચ વર્ષમાં હિન્દુસ્તાનમાં શું કર્યું. યુવાઓ કરી રહ્યા છે કે ચોકીદાર રોજગારી નથી આપી રહ્યા. 2 કરોડ રોજગારનું વચન આપ્યું હતું, જે હજી સુધી પુર્ણ નથી થયું. 

કોંગ્રેસ ઓફીસે પહોંચ્યો રોડ શો
રોડ શો કોંગ્રેસ ઓફીસ પહોંચ્યો. બપોરે 12 વાગ્યે અમૌસી એરપોર્ટથી ચાલુ થયેલ આ રોડશો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત સાંજે 5 વાગ્યે મુખ્ય ઓફીસ ખાતે પહોંચ્યો હતો. 

ચાચા નેહરૂની જેમ બાળક પ્રેમ
કોંગ્રેસ ઓફીસ તરફ આગળ વધી રહેલ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાએ પોતાનાં ટ્રકમાં કેટલાક બાળકોને બેસાડ્યા. થોડા જ સમયમાં તેઓ મુખ્ય મથકે પહોંચશે.

હજરત ગંજમાં આંબેડકરની પ્રતિમા પર રાહુલ - પ્રિયંકાએ કર્યું માલ્યાર્પણ
કોંગ્રેસ ઓફીસ તરફ રવાના થતા પહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ હજરતગંજ ચાર રસ્તા પર હાજર આંબેડકરની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યું. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કારથી ઉતરીને ફરીથી ટ્રેક પર સવાર થયા. કારવા હવે કોંગ્રેસ ઓફીસની તરફ થયું રવાના.

અંબાણીના ખીચામા નાખ્યા 30 હજાર કરોડ રૂપિયા
રોડશોમાં રાહુલે કહ્યું, યુપીમાં વર્ષોથી અન્યાય થઇ રહ્યો છે. અનિલ અંબાણીના ખીચામાં સેનાના 30 હજાર કરોડ રૂપિયા નાખવામાં આવ્યા.

હવેની વખતે યુપીમાં કોંગ્રેસની સરકાર
લખનઉ રોડશો વચ્ચે રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારૂ લક્ષ્ય ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સરકાર બનાવવાનું છે. રાહુલ ગાંધી પ્રિયંકાનો રોડ શો હજરતગંજ ચાર રસ્તા પર પહોંચી ચુક્યો છે. 

કારમાં સવાર થયા રાહુલ-પ્રિયંકા
તારોના કારણે બસ આગળ નહોતી વધી શકી. ત્યાર બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગાડીમાં બેસીને આગળ વધી રહ્યા છે.

તારના કારણે પ્રિયંકા ગાંધીનો રોડ શો અટક્યો
પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીનો રોડ શો વિજ તારના કારણે અટકાવી દેવામાં આવ્યો છે. જ્યારે બસ બર્લિંગટન ચાર રસ્તા પર પહોંચી તો ત્યાં વિજ તારનાં કારણે બસને અટકાવવી પડી હતી. જેના કારણે થોડા સમય માટે રોડ શો અટકાવવામાં આવ્યો છે.

— Congress (@INCIndia) February 11, 2019

ચોકીદાર ચોર છે. 
- રોડશોથી પણ રાહુલ ગાંધી રાફેલ સોદા પર વડાપ્રધાન મોદીને ઘેરતા નથી અટકાવતા. લખનઉના માર્ગો પર ચોકીદાર ચોર છેના પોસ્ટર ચીપકાવી દેવામાં આવ્યા છે. 
- રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ રોડ શો દરમિયાન રાફેલ વિમાનનાં પોસ્ટરો પણ દેખાડ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓએ ચોકીદાર ચોર હે ના નારા લગાવ્યા હતા. 

 

— Supriya Bhardwaj (@Supriya23bh) February 11, 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news