પંજાબ વિધાનસભામાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ચાર બિલ પસાર, રાજ્યપાલને મળ્યા સીએમ અમરિંદર


પંજાબની વિધાસભા (Punjab Assembly)મા કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા બિલ પાસ થઈ ગયા છે. વિધાનસભાએ મંગળવારે ચાર બિલને સર્વસંમતિ સાથે પસાર કરવાની સાથે કેન્દ્રના કૃષિ સંબંધી કાયદા વિરુદ્ધ એક પ્રસ્તાવ પણ પસાર કર્યો છે. 
 

પંજાબ વિધાનસભામાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ચાર બિલ પસાર, રાજ્યપાલને મળ્યા સીએમ અમરિંદર

ચંડીગઢઃ પંજાબની વિધાસભા (Punjab Assembly)મા કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા બિલ પાસ થઈ ગયા છે. વિધાનસભાએ મંગળવારે ચાર બિલને સર્વસંમતિ સાથે પસાર કરવાની સાથે કેન્દ્રના કૃષિ સંબંધી કાયદા વિરુદ્ધ એક પ્રસ્તાવ પણ પસાર કર્યો છે. આ બિલ પાંચ કલાકથી વધુ ચર્ચા કર્યા બાદ પાસ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહ  (Captain Amrinder Singh) રાજ્ય વિધાનસભાના વિશેષ સત્ર બાદ કેન્દ્ર દ્વારા પસાર કરાયેલા કૃષિ કાયદાની વિરુદ્ધ બિલને લઈને રાજ્યપાલ વીપી સિંહ બદનોર સાથે મુલાકાત કરવા પહોંચ્યા છે. 

સીએમ અમરિંદરે કહ્યુ, વિધાનસભામાં કૃષિ બિલ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થઈ ગયો છે અને અમે અહીં રાજ્યપાલને તેમની કોપી સોંપી છે. પહેલા તે રાજ્યપાલ પાસે જશે અને પછી રાષ્ટ્રપતિ પાસે. જો આ ન થાય તો અમારી પાસે કાયદાની રીત પણ છે. મને આશા છે કે રાજ્યપાલ તેને મંજૂરી આપી દેશે. મેં રાષ્ટ્રપતિ પાસે પણ 2થી 5 નવેમ્બરે વચ્ચે મળવાનો સમય માગ્યો છે. આખી વિધાનસભા તેમની પાસે જશે. 

કોરોના પર  2-2 ગુડ ન્યૂઝ, એક્ટિવ કેસ 7.5 લાખથી નીચે અને વિશ્વમાં મૃત્યુદર સૌથી ઓછો

રાજ્ય સરકારના આ બિલમાં કોઈપણ કૃષિ સમજુતી હેઠળ ઘઉં કે ધાનના વેચાણ કે ખરીદ એમએસપીથી ઓછા પર કરવા સજા અને દંડની જોગવાઈ કરે છે. તેમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષની કેદની જોગવાઈ છે. આ જોગવાઈ હેઠળ કિસાનોને 2.5 એકર સુધીની જમીન જોડાણથી છૂટ આપવામાં આવી છે અને કૃષિ ઉત્પાદનનો સંગ્રહ અને કાળાબજારીને રોકવા માટે ઉપાય કરવામાં આવ્યા છે. આ પહેલા પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે બધા પક્ષોને આગ્રહ કર્યો હતો કે આ વિધાનસભામાં તેમની સરકારના ઐતિહાસિક બિલને સર્વસંમતિથી પસાર કરે. 

— ANI (@ANI) October 20, 2020

સીએમે બોલ્યા- પહેલા પણ આપ્યું હતું રાજીનામુ
બિલ રજૂ કરવા દરમિયાન અમરિંદર સિંહે કહ્યુ, મને મારી સરકાર પડવાનો ડર નથી. હું રાજીનામુ આપવા માટે તૈયાર છું. પહેલા પણ પંજાબ માટે રાજીનામુ આપ્યું હતું. અમે કિસાનોની સાથે છીએ. બિલ રજૂ કરતા સિંહે કહ્યુ કે, કૃષિ સંશોધન બિલ અને પ્રસ્તાવિત ઇલેક્ટ્રિસિટી બિલ બંન્ને કિસાન, મજૂર અને વર્કર્સ માટે ઘાતક છે. 

મહત્વનું છે કે કેન્દ્ર સરકારના કૃષિ બિલોને લઈને પંજાબમાં કિસાન સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાજ્યમાં કિસાનોનું સમર્થન કરતા ટ્રેક્ટર યાત્રા કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news