ગલવાન વિવાદઃ રાહુલ ગાંધીનો હુમલો, પીએમે સરેન્ડર કરી ચીનને ભારતની જમીન
રાહુલ ગાંધીએ કહ્યુ કે, પીએમે ભારતીય ક્ષેત્રને ચીનની આક્રમકતાની સામે ખુદને સરેન્ડર કર્યા છે. રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે, તે જમીન ચીનની હતી, જ્યાં ભારતીય જવાન શહીદ થયા તો આપણા સૈનિકોને કેમ મારવામાં આવ્યા? તેને ક્યાં મારવામાં આવ્યા?
Trending Photos
નવી દિલ્હીઃ લદ્દાખમાં એલએસી ( LAC) પર ચીનની સાથે ઝડપમાં 20 જવાનોની શહીદીને લઈને દેશભરમાં ગુસ્સો છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં તેમણે કહ્યુ હતુ કે, ત્યાં ન કોઈ આપણી સરહદમાં ઘુસ્યુ છે અને ન કોઈ આપણી પોસ્ટ કોઈ બીજાના કબજામાં છે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે પીએમે ભારતીય ક્ષેત્રને ચીની આક્રમકતાની સામે ખુદને સરેન્ડર કરી દીધુ છે. રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે, તે જમીન ચીનની હતી જ્યાં ભારતીય જવાન શહીદ થયા તો આપણા સૈનિકોને કેમ મારવામાં આવ્યા? તેમને ક્યાં મારવામાં આવ્યા?
હકીકતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વદળીય બેઠક બાદ કહ્યુ હતુ કે, ન તો કોઈ આપણી સરહદમાં ઘુસ્યુ છે અનો આપણી કોઈ પોસ્ટ કોઈના કબજામાં છે. લદ્દાખમાં આપણા 20 જવાનો શહીદ થયા, પરંતુ જેમણે ભારત માતા તરફ આંખ ઉંચી કરીને જોયુ હતું, તેને તે પાઠ ભણાવીને ગયા છે.
PM has surrendered Indian territory to Chinese aggression.
If the land was Chinese:
1. Why were our soldiers killed?
2. Where were they killed? pic.twitter.com/vZFVqtu3fD
— Rahul Gandhi (@RahulGandhi) June 20, 2020
પ્રધાનમંત્રી મોદીના આ નિવેદન પર રાહુલ ગાંધીએ સવાલ કર્યો છે અને પૂછ્યુ કે જો તે ચીનની જમીન હતી, જ્યાં ભારતીય જવાન શહીદ થયા તો આપણા સૈનિકોને કેમ મારવામાં આવ્યા? તેને ક્યાં મારવામાં આવ્યા?
મહત્વનું છે કે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હાલમાં ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ જોવા મળ્યા બાદ ચીનના મુદ્દા પર પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે સાંજે સર્વદળીય બેઠક બોલાવી હતી.
Corona: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 14,516 કેસ, 4 લાખ નજીક પહોંચી સંક્રમિતોની સંખ્યા
પીએમ મોદીએ બધા રાજકીય પક્ષોને વિશ્વાસ અપાવ્યો કે આપણી સેના સરહદોની રક્ષા કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વદળીય બેઠક બાદ કહ્યુ હતુ કે, ન કોઈ આપણી સરહદમાં ઘુસ્યુ છે અને ન કોઈએ પોસ્ટ પર કબજો કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે