વિપક્ષના નેતાઓના શ્રીનગરના પ્રવાસને રાજ્ય સરકારે ન આપી મંજૂરી, કહ્યું- 'રાજનેતા અહીં ન આવે'

રાહુલ ગાંધી સહિત વિપક્ષના 12 નેતાઓ આજે શ્રીનગર જવાના છે. 

વિપક્ષના નેતાઓના શ્રીનગરના પ્રવાસને રાજ્ય સરકારે ન આપી મંજૂરી, કહ્યું- 'રાજનેતા અહીં ન આવે'

નવી દિલ્હી/શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં જ્યાં કલમ 370 હટાવાયા બાદ હાલાત હવે સામાન્ય થઈ રહ્યાં છે. શાળા અને કોલેજો ખુલી ગયા છે. અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ અને ફોન પરથી પ્રતિબંધ હટાવી લેવાયા છે. કલમ 370 હટ્યા બાદ પથ્થરબાજી જેવી ઘટનાઓ ઈતિહાસ બની ચૂકી છે. એટલે કે જમ્મુ અને કાશ્મીરમાં હવે બધુ બરાબર છે પરંતુ આ શાંતિ કદાચ વિપક્ષના નેતાઓને પસંદ નથી. એટલે જ તો રાહુલ ગાંધી સહિત વિપક્ષના 12 નેતાઓ આજે શ્રીનગર જવાના છે. 

विपक्षी नेताओं की श्रीनगर यात्रा को राज्य सरकार ने नहीं दी इजाजत, कहा- यहां ना आएं सियासी नेता

કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કેસી વેણુ ગોપાલ, સીપીએમના સીતારામ યેચુરી, ટીએમસીમાંથી દિનેશ ત્રિવેદી, એનસીપીમાંથી માજિદ મેમણ, સીપીઆઈના કે ડી રાજા, આરજેડીના મનોજ ઝા, ડીએમકેના તિરુચિ શિવા અને જેડીએસના ડી કુપેન્દ્ર રેડ્ડી, લોકતાંત્રિક જનતા દળમાંથી શરદ યાદવ સામેલ છે. આ નેતાઓએ શ્રીનગર જવા માટે દિલ્હીથી સવારે 11:50ની ફ્લાઈટની ટિકિટ પણ લઈ રાખી છે. 

જુઓ LIVE TV

સ્પષ્ટ છે કે 5 ઓગસ્ટના રોજ જ્યારથી જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની જાહેરાત થઈ, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ સતત જમ્મુ અને કાશ્મીરના હાલાતને લઈને નિવેદનો આપી રહ્યાં છે. જો કે આ વખતે જે રીતે રાહુલ ગાંધી સહિત વિપક્ષના 12 નેતાઓએ શ્રીનગર જવાની તૈયારી કરી છે, તેના પર જમ્મુ કાશ્મીર પ્રશાસને મોડી રાતે નિવેદન બહાર પાડીને કાશ્મીર ખીણનો પ્રવાસ ન કરવાની સલાહ આપી છે. 

જમ્મુ કાશ્મીર પ્રશાસન પ્રદેશમાં કોઈ પણ સંજોગોમાં શાંતિ જાળવવા માંગે છે. નેતાઓના આ પ્રવાસથી સ્થિતિ વણસે તેવી આશંકા છે. આવામાં એ જ કહી શકાય કે કાશ્મીરને લઈને વિપક્ષની નિયતમાં ક્યાંકને ક્યાંક ખોટ ચોક્કસ છે. વિપક્ષના નેતાઓના શ્રીનગરના પ્રવાસને લઈને જમ્મુ કાશ્મીર પ્રશાસનનું વલણ એકદમ સ્પષ્ટ છે. શાંતિ વ્યવસ્થા જાળવી રાખવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એટલે કે ના પાડવા છતાં રાહુલ ગાંધી સહિત વિપક્ષના 12 નેતાઓ શ્રીનગર જવા માટે તૈયાર થઈને બેઠા છે, આવામાં કાશ્મીરને લઈને વિપક્ષની નિયતમાં ખોટ જરૂર દેખાઈ આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news