આ રાજ્યની સરકારે બમ્પર નોકરીઓની જાહેરાત કરી, 53,000 નવી ભરતી કરાશે

મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં રાજસ્થાનનું બજેટ રજુ કર્યુ છે. બજેટને લઈને અશોક ગેહલોતે પોતાના ભાષણમાં કહ્યું કે તેઓ આ બજેટ મહાત્મા ગાંધીથી પ્રેરિત થઈને રજુ કરી રહ્યાં છે.

Updated By: Feb 20, 2020, 02:45 PM IST
આ રાજ્યની સરકારે બમ્પર નોકરીઓની જાહેરાત કરી, 53,000 નવી ભરતી કરાશે

જયપુર: મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં રાજસ્થાનનું બજેટ રજુ કર્યુ છે. બજેટને લઈને અશોક ગેહલોતે પોતાના ભાષણમાં કહ્યું કે તેઓ આ બજેટ મહાત્મા ગાંધીથી પ્રેરિત થઈને રજુ કરી રહ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે તેમની સરકાર પ્રદેશના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. રાજસ્થાન માટે ગહેલોત સરકારના બજેટની મુખ્ય વાત જોઈએ તો બજેટમાં તેમણે સ્વાસ્થ્ય, શિક્ષણ, બેરોજગારી, ખેલ, ખેડૂતો, પાણી, વીજળી અને ઉદ્યોગોના મુદ્દાઓને વિશેષ રીતે સામેલ કર્યા છે. 

સ્વાસ્થ્ય
પ્રદેશમાં પીએચસી અને ઈએચસીનો વિસ્તાર કરાશે. 15000 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજ ખોલાશે. રોડ દુર્ઘટનામાં ઘાયલ વ્યક્તિને નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો હોસ્પિટલે તેની સારવાર કરવી જ પડશે. 

શિક્ષણ
30,524 કરોડ રૂપિયાની જોગવાઈ. શિક્ષણ માટે, બાકી રહેલા  બ્લોકમાં મહાત્મા ગાંધી ઈંગ્લિશ મીડિયમ શાળાની સ્થાપના કરાશે. 300 શાળાઓમાં એડિશનલ ફેકલ્ટી જરૂરિયાત પ્રમાણે અને 66 કસ્તુરબા ગાંધી હોસ્ટેલ શાળાઓની જાહેરાત કરાશે. મહાવિદ્યાલયમાં ઓફલાઈન ઓનલાઈન વીડિયો લેક્ચર માટે રાજીવ ગાંધી ઈ કન્ટેન્ટ લાઈબ્રેરીની સુવિધા શરૂ કરાશે. 

કૃષિ
Agricultural Engineering Institute બનશે. ગ્રામ સેવા સહકારી સમિતિ દ્વારા કૃષિ લોનની ફાળવણી. રાજસ્થાન Agricultural Produce Promotion and Facilitation Act 2020 લાવશે. પાક ઋણોમાં પારદર્શકતા લાવવામાં આવશે. ગ્રામ સેવા સહકારી સમિતિ દ્વારા થતી ફાળવણી માટે નવી વ્યવસ્થા લાગુ કરાશે. 

રોજગાર
53 હજાર નવી ભરતી કરાશે. 50,000 યુવાઓને સ્વરોજગાર અપાશે. 53151 પદો પર  ભરતીની જાહેરાત કરાઈ, મેડિકલમાં 4369, મેડિકલ એજ્યુકેશનમાં 573, કોઓપરેટિવમાં 1000, શિક્ષણમાં 1000, સ્થાનિક સ્વશાસનમાં 1039 અને ગૃહ વિભાગમાં 500 પદો પર નિયુક્તિ કરાશે. સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ નીતિ લાગુ કરાશે. 

જુઓ LIVE TV

ખેલ
ખેલો પ્રત્યે જાગરૂકતા લાવવામાં આવશે. ફિટ રાજસ્થાન હિટ રાજસ્થાન મુહિમ ચલાવવામાં આવશે. ઓલિમ્પિકમાં સુવર્ણ પદક જીતનારાને 3 કરોડ, સિલ્વર પદક જીતનારાને 50 લાખથી રકમ વધારીને 2 કરોડ, કાંસ્ય પદક જીતનારાને એક કરોડ આપવાની જાહેરાત કરાઈ. એશિયન ગેમ્સમાં સુવર્ણ પદક જીતે તેને એક કરોડ, સિલ્વર પદક જીતે તેને સાત લાખ અને કાંસ્ય પદક જીતે તેને 30 લાખ આપવામાં આવશે. 

પાણી અને રસ્તા
16 જિલ્લાઓમાં પાણી પહોંચાડવામાં આવશે. 1350 કરોડ અંદાજિત ખર્ચ. જયપુર શહેરમાં ચાર દિવારી અને આસપાસના વિસ્તારોમાં પેયજળ વિતરણ પ્રણાલીને મજબુત કરાશે. 165 કરોડ રૂપિયા ખર્ચીને 9 લાખની વસ્તીને લાભ પહોંચાડવામાં આવશે. ધૌલપુરના રાજાખેડાની પેયજળ સમસ્યા માટે નવા જળ સ્ત્રોત વિકસાવવામાં આવશે. ચંબલથી અલગ અલગ જગ્યાએ પાણી પહોંચાડવા માટે ડીપીઆર બનાવવામાં આવશે. સાર્વજનિક નિર્માણ વિભાગ માટે 6220 કરોડ. જોધપુરથી બનાડનો રસ્તો. ટોંક શહેરની અલગ અલગ સડકો માટે 30 કરોડ રૂપિયા, ચુરુથી તારાનગરના રસ્તા માટે પણ રકમ ફાળવવામાં આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...