Chakka Jam દરમિયાન ઝંડા પર જોવા મળી આતંકી ભિંડરાવાલાની તસવીર, ટિકૈતે કરવી પડી સ્પષ્ટતા
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા (Farm laws) ના વિરોધમાં પોતાના આંદોલનને વધુ ઉગ્ર કરતા આજે સંયુક્ત કિસાન યુનિયને દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને છોડીને તમામ રાજ્યોમાં ચક્કાજામ કરવાની જાહેરાત કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ ચક્કાજામ દરમિયાન લુધિયાણામાં જોવા મળેલા 'ભિંડરાવાળાના ઝંડા' વાળી ઘટના પર સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે, આ મુદ્દા પર કિસાનો સાથે વાત કરવામાં આવશે. જો આમ થયું તો ખોટુ છે. જે વસ્તુ પ્રતિબંધિત છે તે ન લાગવી જોઈએ.
લુધિયાણાથી આવેલી તસવીરે બધાને ચોંકાવ્યા
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા (Farm laws) ના વિરોધમાં પોતાના આંદોલનને વધુ ઉગ્ર કરતા આજે સંયુક્ત કિસાન યુનિયને દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને છોડીને તમામ રાજ્યોમાં ચક્કાજામ કરવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન પંજાબના લુધિયાણા શહેરમાં જે તસવીર સામે આવી, તેનાથી બધા ચોંકી ગયા છે. અહીં એક ટ્રેક્ટર પર લાગેલા ઝંડામાં જરનૈલ સિંહ ભિંડરાવાલે (Jarnail Singh Bhindranwale) ની તસવીર છપાયેલી હતી. ત્યારબાદ શાંતિથી સમાપ્ત થયેલ ચક્કાજામ ચર્ચામાં આવી ગયું હતું.
#WATCH: A flag with a portrait bearing resemblance to Bhindranwale seen on a tractor at a ‘Chakka jam’ protest in Ludhiana pic.twitter.com/d6lFT0IoPC
— ANI (@ANI) February 6, 2021
We will talk (to the people there). If it is indeed the case, it is wrong. This should not be done. If something is banned, it should not be displayed: Rakesh Tikait, Bharatiya Kisan Union leader pic.twitter.com/oqLSnRbtbE
— ANI (@ANI) February 6, 2021
છેલ્લા 72 દિવસથી ચાલી રહ્યું છે આંદોલન
મહત્વનું છે કે આશરે 72 દિવસથી હજારો કિસાનો દિલ્હીની સરહદો પર બેસીને નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહ્યાં છે. તેની માંગ છે કે ત્રણેય કૃષિ કાયદા પરત લેવામાં આવે, સાથે MSPની લેખિત ગેરંટી આપવામાં આવે. પરંતુ સરકારે કાયદામાં ફેરફાર કરતા તેને યથાવત રાખવાની વાત કહી છે. તેથી ઘણા તબક્કાની વાતચીત બાદ પણ સહમતિ બની શકી નથી. જેનાથી કિસાનોની બેચેની વધી રહી છે. તો રસ્તાઓ બંધ થવાને કારણે સામાન્ય જનતાએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે