અયોધ્યામાં બનશે 221 મીટર ઉંચી રામ મૂર્તિ, જુઓ Exclusive તસવીરો

અયોધ્યામાં 221 મીટર ઉંચી ભગવાન શ્રીરામની મૂર્તિ બનાવવામાં આવશે, જેમાં 20 મીટર ઉંચું ચક્ર પર હશે. આ મૂર્તિના નિચેના ભાગમાં 50 મીટરનો બેઝ હશે.

અયોધ્યામાં બનશે 221 મીટર ઉંચી રામ મૂર્તિ, જુઓ Exclusive તસવીરો

વિશાલ પાંડેય, અયોધ્યા: અયોધ્યામાં સરયૂ નદીના કિનારે ભગવાન શ્રી રામની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવશે. રામ મૂર્તિને લઇને શનિવારે યૂપીના સીએમ યોગી આદિત્યનાથે લખનઉમાં મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અયોધ્યામાં પ્રસ્તાવિત રામ મૂર્તિ અને તેની આજુબાજુની ડિઝાઇન અને બંધારણો પર ચર્ચા થઇ હતી. જી મીડિયાની પાસે પ્રસ્તાવિત રામ મૂર્તિની Exclusive તસવીરો છે. જેને જોઇને તમે અંદાજો લગાવી શકો ચો કે અયોધ્યામાં રામ મૂર્તિને લઇને યૂપી સરકાર કેટલા મોટા સ્તર પર તૈયારી કરી રહી છે.

અયોધ્યામાં 221 મીટર ઉંચી ભગવાન શ્રીરામની મૂર્તિ બનાવવામાં આવશે, જેમાં 20 મીટર ઉંચું ચક્ર પર હશે. આ મૂર્તિના નિચેના ભાગમાં 50 મીટરનો બેઝ હશે. ભગવાન શ્રીરામના હાથમાં ધનુષ, તીર અને તરકશ હશે. અયોધ્યામાં સરયૂ નદીના કિનારે માત્ર રામ મૂર્તિ જ નહીં બનાવવામાં આવે, પરંતુ રામ મૂર્તિની સાથે સાથે સમગ્ર વિસ્તારની કાયાપલટ કરવામાં આવશે.

50 મીટર ઉંચા બેઝ/પેડેસ્ટલની નીચે ભવ્ય આધુનિક મ્યૂઝિયમ બનાવવામાં આવશે. જેમાં ભગવાન શ્રીરામના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ રાખવામાં આવશે. એટલું જ નહીં આ મ્યૂઝિયમમાં અયોધ્યાનો ઇતિહાસ અને ઇક્ષ્વાકુ વંશના રાજા મનુથી લઇને શ્રીરામ જન્મ ભૂમિ સુધીનો ઇતિહાસ હશે. આધુનિક ટેકનિકના માધ્યમથી આ મ્યૂઝિયમમાં ભગવાન વિષ્ણુના બધા અવતારોને પણ દેખાડવામાં આવશે.

રામ મૂર્તિ માટે યૂપીના સીએમ યોગી આદિત્યનાથે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. રામ મૂર્તિને 100 એકરની જમીન પર બનાવવામાં આવશે. સરયૂ નદીના કિનારે 100 એકર જમીન પર રામ મૂર્તિની સાથે સાથે સરયૂ રિવરફ્રંટ પણ બનાવવામાં આવશે.

100 એકરના રામ મૂર્તિ પરિસરમાં આ હશે ખાસિયત
રામ ઝૂપડી (કોટેજ)
સાત્વિક ભોજનાલય
વિશ્રામ ગૃહ
મોટી હોટલ
રામ લીલા મેદાન
ગુરૂકુલ
સરયૂ ઘાટ
ઓડિયોરિયમ
વનવાસ (ગાર્ડન)
પાર્કિંગ
ગૌશાળા
વાંદરાઓના ઉપચાર માટે હોસ્પિટલ
વૈદિક પુસ્તકાલય
સર્વિસ રોડ
પેડેસ્ટલ પ્લાઝા

તમને જણાવી દઇએ કે દિવાળીના અવસર પર Zee Newsથી એક્સક્લૂસિવ વાતચીતમાં યૂપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે રામ મૂર્તિ પર ટૂંક સમયમાં છેલ્લો નિર્ણય લેવામાં આવશે અને ભગવાન શ્રીરામના અનુરૂપ અયોધ્યાને તૈયાર કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news