વિરાટ કોહલીએ પાકિસ્તાન પર જીત બાદ કહ્યું આ બે ખેલાડીઓ છે મેચના હીરો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાન પર શાનદાર જીત બાદ સદી ફટકારનાર રોહિત શર્મા અને પાકિસ્તાનની બેટિંગ દરમિયાન બે મહત્વપૂર્ણ વિટેક લેનાર સ્પિનર કુલદીપ યાદવની ખાસ પ્રશંસા કરી હતી. ટીમ ઇન્ડિયાએ રોહિતના 140 રનની મદદથી પાંચ વિકેટ પર 336 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીએ પાકિસ્તાન પર જીત બાદ કહ્યું આ બે ખેલાડીઓ છે મેચના હીરો

મેનચેસ્ટર: ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાન પર શાનદાર જીત બાદ સદી ફટકારનાર રોહિત શર્મા અને પાકિસ્તાનની બેટિંગ દરમિયાન બે મહત્વપૂર્ણ વિટેક લેનાર સ્પિનર કુલદીપ યાદવની ખાસ પ્રશંસા કરી હતી. ટીમ ઇન્ડિયાએ રોહિતના 140 રનની મદદથી પાંચ વિકેટ પર 336 રન બનાવ્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાન વરસાદના કારણે નક્કી કરેલી 40 ઓવરમાં 6 વિકેટ સાથે 212 રન જ બનાવી શક્યું હતું.

વિરાટ કોહલીએ મેચ બાદ કહ્યું, ‘રોહિતે પહેલી મેચમાં પોતાના દમ પર જીત અપાવી, બીજી મેચમાં અમે ટીમના પ્રયાસથી જીત હાંસલ કરી અને આજે ફરી રોહિતનો દિવસ હતો.’ તેણે કહ્યું- ‘કુલદીપે શાનદાર બોલિંગ કરી. પાકિસ્તાની બેટ્સમેનો તેની ઓવરને કોઈ રીતે સમાપ્ત કરવા માગે છે. આ સ્થિતિમાં, લાંબા સ્પૈલથી મદદ મળે છે. તેણે જે બોલ પર બાબરને આઉટ ક્યો તે શાનદાર હતું.

તેણે એમ પણ કહ્યું હતું કે ભુવનેશ્વર કુમારની ઈજા ગંભીર નથી કે જે બોલિંગ વખતે તેને ઈજા થઇ હતી. પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદે કહ્યું કે, તેમના બોલર યોગ્ય ક્ષેત્રમાં બોલિંગ કરી શક્યા નહીં. તેણે કહ્યું, અમે ટોસ જીતીને સારો નિર્ણય લીધો પરંતુ દુર્ભાગ્યથી અમે યોગ્ય ક્ષેત્રમાં બોલિંગ કરી શક્યા નહીં. રોહિતને શ્રેય જાય છે. તેણે શાનદાર બેટિંગ કરી. અમારી રણનીતિ બોલને આગળ પિચ કરાવવાની હતી, પરંતુ અમે યોગ્ય ક્ષેત્રમાં બોલિંગ કરી શક્યા નહીં.

મેન ઓફ ધ મેચ રોહિતે કહ્યું, ‘જે રીતે ટીમે પ્રદર્શન કર્યું તેનાથી હકિકતમાં હું ઘણો ખુશ છું. અમે સખત ક્રિકેટ રમવા માટે મેદાન પર ઉતર્યા હતા અને અમે આજે તે કર્યું.’

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news