મહારાષ્ટ્ર: શિવસેના આજે રજૂ કરી શકે છે સરકાર બનાવવાનો દાવો

મહારાષ્ટ્ર સરકાર ગઠનને લઇને ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. તેને લઇને ઉદ્ધવ ઠાકરેના મુંબઇ સ્થિત આવાસ 'માતોશ્રી'માં મોડી રાત સુધી શિવસેનાના નેતાઓ વચ્ચે બેઠક થઇ હતી.

મહારાષ્ટ્ર: શિવસેના આજે રજૂ કરી શકે છે સરકાર બનાવવાનો દાવો

મુંબઇ (અનિલ પરબ): મહારાષ્ટ્ર સરકાર ગઠનને લઇને ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. તેને લઇને ઉદ્ધવ ઠાકરેના મુંબઇ સ્થિત આવાસ 'માતોશ્રી'માં મોડી રાત સુધી શિવસેનાના નેતાઓ વચ્ચે બેઠક થઇ હતી. તેમાં ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, એકનાથ શિંદે, અનિલ દેસાઇ, મિલિંદ નાર્વેકર અને પ્રિયંકા ચર્તુવેદીએ સાડા ત્રણ કલાક સુધી સરકાર બનાવવાને લઇને ત્રણ કલાક સુધી વાતચીત કરી. મીટીંગ બાદ બધા નેતા મીડિયા સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. 

ઝી ન્યૂઝના સૂત્રોના જણાવ્યા અનુસાર ઠાકરે અને શંકર પવાર વચ્ચે વાતચીત બાદ સેના અને એનસીપી વચ્ચે એક કરારને અંતિમરૂપ આપવામાં આવ્યું છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યમાં બીજી મોટી પાર્ટી શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. 

રાજ્યપાલ દ્વારા શિવસેનાને આ નિમંત્રણ ભાજપ દ્વારા સરકાર બનાવવાની ના પાડી દીધા બાદ આવ્યું છે. ભાજપ નવાચૂંટાયેલા વિધાનસભામાં 105 સીટો સાથે સૌથી મોટી પાર્ટી છે, જ્યારે શિવસેના 56 ધારાસભ્યો સાથે બીજી સૌથી મોટી પાર્ટી છે. કોશ્યારીએ શિવસેના નેતા એકનાથ શિંદેને કહ્યું કે તે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરાવે.

જોકે રાજભવન દ્વારા મોકલવામાં આવેલા પત્ર પર કોઇ સમયસીમા નક્કી થઇ નથી, પરંતુ સમજીએ તો શિવસેના પાસે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવા માટે જરૂરી ધારાસભ્યોની સંખ્યા સાથે દાવો કરવા માટે મુશ્કેલીથી 24 કલાકનો સમય છે. 

સંકેતો અનુસાર, શિવસેના ત્રીજી સૌથી મોટી પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (55 ધારાસભ્ય) અને ચોથી સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ (44 ધારાસભ્ય)થી બહારથી સમર્થન પ્રાપ્ત કરી શકે છે. એનસીપી અને કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેમનું સમર્થન એ વાત પર હશે કે શિવસેના, ભાજપ સાથે પોતાનું ગઠબંધન સમાપ્ત કરી દે અને ત્યારબાદ કેંદ્વીય મંત્રિમંડળમાં તેમના એકમાત્ર મંત્રી અરવિંદ સાવંત રાજીનામું આપી દે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news