VIDEO: બલિયા ગોળીકાંડના મુખ્ય આરોપી ધિરેન્દ્ર સિંહની લખનઉથી ધરપકડ

બલિયાકાંડ (Ballia firing Case) ના મુખ્ય આરોપી ધિરેન્દ્ર પ્રતાપ સિંહ (Dhirendra Singh) ને STFએ દબોચી લીધો છે. છેલ્લા ત્રણ દિવસથી તે ફરાર હતો. મળતી માહિતી માહિતી મુજબ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની ટીમે આજે સવારે બલિયાકાંડના મુખ્ય આરોપી ધિરેન્દ્ર સિંહની લખનઉથી ધરપકડ કરી લીધી.

VIDEO: બલિયા ગોળીકાંડના મુખ્ય આરોપી ધિરેન્દ્ર સિંહની લખનઉથી ધરપકડ

નવી દિલ્હી: બલિયાકાંડ (Ballia firing Case) ના મુખ્ય આરોપી ધિરેન્દ્ર પ્રતાપ સિંહ (Dhirendra Singh) ને STFએ દબોચી લીધો છે. છેલ્લા ત્રણ દિવસથી તે ફરાર હતો. મળતી માહિતી માહિતી મુજબ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની ટીમે આજે સવારે બલિયાકાંડના મુખ્ય આરોપી ધિરેન્દ્ર સિંહની લખનઉથી ધરપકડ કરી લીધી.

આ અગાઉ બલિયા ગોળીકાંડના મુખ્ય આરોપી ધિરેન્દ્ર સિંહ પર જાહેર કરેલા ઈનામની રકમને યુપી પોલીસે વધારી દીધી હતી. અત્યાર સુધીમાં 8 આરોપીઓ અને લગભગ 25 અજ્ઞાત આરોપીમાંથી ફક્ત 7 જણ પકડાયા છે. પોલીસના જણાવ્યાં મુજબ પકડાયેલા આરોપીઓ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) અને ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી થશે. આરોપીઓની શોધમાં પોલીસની 10 ટીમો કામે લાગી હતી. 

A man had died after bullets were fired during a meeting for allotment of shops under government quota, in Durjanpur village of Ballia on Thusday. pic.twitter.com/rfiS2cbRA0

— ANI UP (@ANINewsUP) October 18, 2020

ધિરેન્દ્ર સિંહ અગાઉ ફક્ત બે નામજદ આરોપીઓ દેવેન્દ્ર પ્રતાપ સિંહ અને નરેન્દ્ર પ્રતાપ સિંહની ધરપકડ થઈ હતી. આ બંને મુખ્ય આરોપીઓ ધિરેન્દ્ર પ્રતાપ સિંહના ભાઈ છે. કહેવાય છે કે આરોપી ધિરેન્દ્ર પ્રતાપ સિંહ સેનાનો રિટાયર્ડ જવાન છે. તે ભૂતપૂર્વ સૈનિક સંગઠનની બેરિયા તહસીલ શાખાનો અધ્યક્ષ પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news