યુવાઓના મનને સ્પર્શી ગઈ સુધીર ચૌધરીની આ ખાસ વાત, મોકલી રહ્યાં છે #SelfieWithMummyPapa
#SelfieWithMummyPapa: ઝી ન્યૂઝના ચેનલ હેડ અને CEO સુધીર ચૌધરી (Sudhir Chaudhary) એ પોતાના કાર્યક્રમ DNAમાં એક એવો ઈમોશનલ મુદ્દો ઉઠાવ્યો જે દેશના સીનિયર સિટીઝન્સ સાથે જોડાયેલો છે. વાત જાણે એમ છે કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં અન્ય એક બિલ પણ રજુ થયું અને તે હતું માતા પિતા અને સિનિયર સિટીઝન્સના ભરણપોષણ અને કલ્યાણ માટેનું બિલ. બિલમાં જોગવાઈ છે કે જો કોઈ પુત્ર કે પુત્રી, વહુ કે જમાઈ, દત્તક કે જૈવિક પુત્ર-પુત્રી પોતાના માતા પિતા કે ઘરના વડીલોનું અપમાન કરે કે તેમને છોડી દે કે પછી અપશબ્દો કહે કે શારીરિક રીતે પરેશાન કરે તો તેમને જેલની સજા પણ થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: 12 ડિસેમ્બરે ભારતીય સંસદમાં (Citizenship Amendment Bill 2019) પાસ થયું અને ત્યારબાદ 13મી ડિસેમ્બરે આ બિલને લઈને દેશભરમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો. આવી તંગ પરિસ્થિતિ વચ્ચે પણ ઝી ન્યૂઝના ચેનલ હેડ અને CEO સુધીર ચૌધરી (Sudhir Chaudhary) એ પોતાના કાર્યક્રમ DNAમાં એક એવો ઈમોશનલ મુદ્દો ઉઠાવ્યો જે દેશના સીનિયર સિટીઝન્સ સાથે જોડાયેલો છે. વાત જાણે એમ છે કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં અન્ય એક બિલ પણ રજુ થયું અને તે હતું માતા પિતા અને સિનિયર સિટીઝન્સના ભરણપોષણ અને કલ્યાણ માટેનું બિલ. બિલમાં જોગવાઈ છે કે જો કોઈ પુત્ર કે પુત્રી, વહુ કે જમાઈ, દત્તક કે જૈવિક પુત્ર-પુત્રી પોતાના માતા પિતા કે ઘરના વડીલોનું અપમાન કરે કે તેમને છોડી દે કે પછી અપશબ્દો કહે કે શારીરિક રીતે પરેશાન કરે તો તેમને જેલની સજા પણ થઈ શકે છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે જમાઈ અને વહુને આ વ્યાખ્યામાં સમાવવામાં આવ્યાં છે.
So good to see happy families coming together. https://t.co/CeTwIqZoK8
— Sudhir Chaudhary (@sudhirchaudhary) December 14, 2019
સુધીર ચૌધરીએ પોતાના DNA કાર્યક્રમમાં આ સંવેદનશીલ મુદ્દાને ખુબ જ રિસર્ચ અને ઈમોશનલ પ્રેઝન્ટેશન સાથે ઉઠાવ્યો હતો. આ સાથે જ તેમણે કાર્યક્રમના દર્શકોને કહ્યું હતું કે જે લોકો પોતાના માતા પિતાથી દૂર રહેતા હોય તેઓ તેમને ફોન કરીને તેમને પોતાના મનની વાત કરે. આજ કાલ લોકો કોઈ પણ વાત કે મુદ્દાને સેલ્ફી સાથે બહુ જલદી કનેક્ટ કરી લે છે. આથી તેમણે કાર્યક્રમમાં યંગ જનરેશનને પોતાના માતા પિતા સાથે સેલ્ફી લઈને ટ્વીટર પર #SelfieWithMummyPapa સાથે પોસ્ટ કરવાનું કહ્યું હતું. આપણે ઘણીવાર પરિસ્થિતિઓને આધીન થઈને જાણે અજાણ્યે આપણા માતા પિતા સાથે દુર્વ્યવહાર કે ભૂલો કરી બેસીએ છીએ. ક્યારેક પસ્તાવો થાય ત્યારે મોડું પણ થઈ ગયું હોય છે.
एक ही दिन में देश के हज़ारों परिवार कैसे जुड़ गए, ये देख कर सुखद अनुभूति होती है। चारों तरफ़ फैलीं नकारात्मक खबरों के बीच ये जानना कि कुछ अच्छा भी हो रहा है, हमारे समाज की कुछ परम्पराएँ अब भी क़ायम हैं, बहुत उम्मीद बँधाता है। https://t.co/tfieL0sfv6
— Sudhir Chaudhary (@sudhirchaudhary) December 14, 2019
આ કાર્યક્રમ પછી તો હજારો લોકો સુધીર ચૌધરીને ટેગ કરીને પોતાના માતા પિતા સાથે સેલ્ફી ખેંચીને ટ્વીટર પર શેર કરવા લાગ્યા હતાં. કોઈએ મમ્મી સાથે તો કોઈએ પપ્પા, દાદી, માસીની સાથે સેલ્ફી ખેંચીને મોકલી. સુધીર ચૌધરીએ પણ મોટાભાગની ટ્વીટ્સને એક શાનદાર કોમેન્ટ સાથે રીટ્વીટ કરી. જોત જોતામાં તો #SelfieWithMummyPapa ટ્વીટર પર ટોપ ટ્રેન્ડ્સમાં પણ આવી ગયો હતો.
જુઓ VIDEO
શું છે આ સીનિયર સિટીઝન એમેડમેન્ટ બિલની જોગવાઈઓ?
મેન્ટેઈનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટિઝન્સ એમેડમેન્ટ બિલ 2019માં સરકારે એવી જોગવાઈ કરી છે કે જો કોઈ પુત્ર કે પુત્રી, વહુ કે જમાઈ, દત્તક કે જૈવિક પુત્ર-પુત્રી પોતાના માતા પિતા કે ઘરના વડીલોનું અપમાન કરે કે તેમને છોડી દે કે પછી અપશબ્દો કહે કે શારીરિક રીતે પરેશાન કરે તો તેમને 3 મહિનાથી લઈને 6 મહિના સુધીની જેલની સજા કે 10,000 રૂપિયાનો દંડ કે બંને થઈ શકે છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે જમાઈ અને વહુને આ વ્યાખ્યામાં સમાવવામાં આવ્યાં છે. જેનો અર્થ એ છે કે જો ઘરમાં સાસુ સસરા હશે તો તેમને પણ સન્માન આપવું પડશે. જમાઈ કે વહુને પણ પુત્ર અને પુત્રી ગણ્યા છે.
क्या बात है । #SelfieWithMummyPapa https://t.co/ZCslj2v10r
— Sudhir Chaudhary (@sudhirchaudhary) December 13, 2019
માતા પિતા અને ઘરના વડીલો માટે તેમની દેખભાળ અને ભરણ પોષણ કે મેન્ટેઈનન્સની જવાબદારી તે સંબંધોની રહેશે. મેન્ટેઈનન્સનો અર્થ છે ભોજન, કપડાં, હાઉસિંગ, સુરક્ષા, દવાઓ સહિત તેમનું માનસિક અને શારીરિક સા સ્વાસ્થ્ય એ તમામ ચીજો મેન્ટેનન્સ અંતર્ગત આવશે.
વૃદ્ધ મેન્ટેનન્સ ન મળવાની સ્થિતિમાં ટ્રિબ્યુનલ જઈ શકે છે. જો તેઓ પોતે આ કામ ન કરવા માંગતા હોય તો કોઈ પ્રતિનિધિ દ્વારા આ કામ કરાવી શકે છે. ગુજરાન ચલાવવા માટેનું ભથ્થું કે જે 10,000 માટે લિમિટ હતી તેને વધારવા માટે ટ્રિબ્યુનલ આદેશ આપી શકે છે. એટલે કે 10,000ની મહત્તમ લિમિટ ખતમ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે