સુપ્રીમે માયાવતીને ખખડાવ્યાં, કહ્યું- મૂર્તિઓ અને હાથીની પ્રતિમાઓ પર જે રૂપિયા ખર્ચ્યા તે જનતાને પાછા આપો

સુપ્રીમ કોર્ટે બસપા સુપ્રીમો માયાવતીને કહ્યું કે સ્મારક, પોતાની મૂર્તિઓ અને હાથીઓની પ્રતિમા બનાવવા પાછળ જનતાના જે રૂપિયા ખર્ચાયા છે તે જનતાને પાછા આપો. આ મામલે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે પ્રથમ દ્રષ્ટિએ બીએસપી નેતા માયાવતીએ તેમની પ્રતિમાઓ અને હાથીઓ પર સાર્વજનિક ધનથી કરેલો ખર્ચો ચૂકવવાનો છે. સુપ્રીમ કોર્ટે એક જૂની અરજી પર સુનાવણી કરતા આ વાત કરી. પરંતુ હજુ અંતિમ આદેશ આવવાનો બાકી છે. 

સુપ્રીમે માયાવતીને ખખડાવ્યાં, કહ્યું- મૂર્તિઓ અને હાથીની પ્રતિમાઓ પર જે રૂપિયા ખર્ચ્યા તે જનતાને પાછા આપો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બસપા સુપ્રીમો માયાવતીને કહ્યું કે સ્મારક, પોતાની મૂર્તિઓ અને હાથીઓની પ્રતિમા બનાવવા પાછળ જનતાના જે રૂપિયા ખર્ચાયા છે તે જનતાને પાછા આપો. આ મામલે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે પ્રથમ દ્રષ્ટિએ બીએસપી નેતા માયાવતીએ તેમની પ્રતિમાઓ અને હાથીઓ પર સાર્વજનિક ધનથી કરેલો ખર્ચો ચૂકવવાનો છે. સુપ્રીમ કોર્ટે એક જૂની અરજી પર સુનાવણી કરતા આ વાત કરી. પરંતુ હજુ અંતિમ આદેશ આવવાનો બાકી છે. 

elephant

CJI રંજન ગોગોઈની અધ્યક્ષતામાં સુપ્રીમને બેન્ચે  કહ્યું કે આ અમારા વિચાર છે મેડમ માયાવતી, આ હાથીઓ પાછળ જે સરકારી રકમ ખર્ચાઈ છે તે પાછા આપો. આ સાથે જ કોર્ટે કહ્યું કે અમારા વિચારમાં માયાવતીએ પોતાની અને ચૂંટણી ચિન્હની મૂર્તિઓ બનાવવા પાછળ જે સાર્વજનિક ધનનો ખર્ચ થયો તે પાછો સરકારી ખજાનામાં જમા કરાવવો પડશે. જો કે પેનલે એ સ્પષ્ટ કર્યું કે આ હજુ સંભવિત વિચાર છે કારણ કે કેસની સુનાવણીમાં થોડો સમય લાગશે. હવે સુપ્રીમ કોર્ટ 2 એપ્રિલના રોજ હાથીની મૂર્તિઓ પર થયેલા ખર્ચ અંગેની જનહતિ અરજીની છેલ્લી સુનાવણી કરશે. 

mayawati

2009માં દાખલ થઈ અરજી
એક વકીલ તરફથી કોર્ટમાં દાખલ થયેલી અરજી પર સુપ્રીમમાં સુનાવણી ચાલે છે જેમાં કહેવાયું હતું કે જાહેર ધનનો ઉપયોગ પોતાની મૂર્તિઓ બનાવવા અને રાજકીય પક્ષનો પ્રચાર કરવા માટે થઈ શકે નહીં. અરજી 2009માં દાખલ થઈ હતી જેમાં માયાવતી પર હાથીઓની મૂર્તિઓ અને માયાવતી તથા કાશીરામની મૂર્તિઓના નિર્માણ પર 2600 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો આરોપ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news