સુશાંત કેસઃ CBIએ સિદ્ધાર્થ પિઠાણીની સતત પાંચમાં દિવસે પૂછપરછ કરી, ઈડીએ રિયાના પિતાને કર્યા સવાલ


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ રિયા ચક્રવર્તીના પિતા ઇંદ્રજીત ચક્રવર્તીને પૂછપરછ માટે સમન મોકલ્યું છે. તેમને સવાલ જવાબ ઓફિસની જગ્યાએ એક્સિસ બેન્કમાં થયા હતા. 
 

સુશાંત કેસઃ CBIએ સિદ્ધાર્થ પિઠાણીની સતત પાંચમાં દિવસે પૂછપરછ કરી, ઈડીએ રિયાના પિતાને કર્યા સવાલ

મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં સીબીઆઈએ ગુરૂવારે સાતમાં દિવસે તપાસ જારી રાખી હતી. સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની સતત પાંચમાં દિવસે પૂછપરછ કરવામાં આવી હતી. તો રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકને સમન પાઠવવામાં આવ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ શોવિક સાથે ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ અને આઈએએફ ગેસ્ટ હાઉસમાં સવાલ-જવાબ કર્યાં હતા. 

તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ રિયા ચક્રવર્તીના પિતા ઇંદ્રજીત ચક્રવર્તીને પૂછપરછ માટે સમન મોકલ્યું છે. તેમને સવાલ જવાબ ઓફિસની જગ્યાએ એક્સિસ બેન્કમાં થયા હતા. આ દરમિયાન ઈડીના ત્રણ અધિકારી હાજર હતા. આ બેન્કમાં રિયાના પિતાનું એકાઉન્ટ છે. ઈડીએ તેમના ટ્રાન્ઝેક્શનની પણ તપાસ કરી હતી. 

આ વચ્ચે ઈડીએ રિયાના વોટ્સએપની ડ્રગ ચેટની તપાસ પણ ઝડપી કરી છે. ગોવાના બિઝમેનસમેન ગૌરવ આર્યાને પણ સમન પાઠવવામાં આવ્યું છે. ગૌરવ આર્યાનું નામ રિયાના ચેટમાં આવ્યું હતું. ગૌરવને કથિત રીતે ડ્રગ ડીલર જણાવવામાં આવી રહ્યો છે. 

રિયાએ પોસ્ટ કરી કહ્યું- મારા અને મારા પરિવારના જીવને ખતરો
મુંબઈ પોલીસની ટીમ ગુરૂવારે અચાનક રિયાના ઘરે પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે, રિયાના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીને ઈડીની ચીઠ્ઠી આપવા આવી છે. આ પહેલા અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે, 'આ મારી બિલ્ડિંગના કમ્પાઉન્ડના અંદરનું છે. આ વીડિયોમાં જે વ્યક્તિ છે, તે મારા પિતા ઇંદ્રજીત ચક્રવર્તી (નિવૃત આર્મી અધિકારી) છે. અમે ઈડી, સીબીઆઈની સાથે તપાસમાં સહયોગ કરવા માટે અમારા ઘરમાંથી નિકળવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. તેણે આગળ કહ્યું, મારા અને મારા પરિવારના જીતનો ખતરો છે. અમે સ્થાનીક પોલીસ સ્ટેશનને જાણ કરી અને ત્યાં સુધી ગયા પણ કોઈ મદદ ન મળી. અમે તપાસ અધિકારીઓને પણ જાણ કરી, પરંતુ કોઈ મદદ ન મળી. તેવામાં આ પરિવાર કઈ રીતે જીવશે. અમે માત્ર તપાસ એજન્સીઓને સહયોગ કરવા માટે મદદ માગી રહ્યાં છીએ.'

સીબીઆઈ કાલે રિયાની પૂછપરછ કરી શકે છે
સીબીઆઈએ રિયાના ભાઈ શોવિકની ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં પૂછપરછ કરી હતી. રિયાની કાલે પૂછપરછ થઈ શકે છે. તપાસ એજન્સીએ આજે એક મહિલાને પણ બોલાવી છે. આ મહિલા કોણ છે, તેની માહિતી મળી નથી. બીજીતરફ સીએ રજત મેવાતી અને સુશાંતની બિલ્ડિંગના ગાર્ડના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.

સુશાંતના પિતા બોલ્યા- રિયાએ મારા પુત્રની હત્યા કરી
સુશાંત મામલાની સીબીઆઈ તપાસ વચ્ચે સુશાંતના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, 'રિયા લાંબા સમયથી મારા પુત્રને ઝેર આપી રહી હતી. તે સુશાંતની હત્યારી છે. તપાસ એજન્સીએ રિયા અને તેના સાથીઓની ધરપકડ કરીને તેને સજા આપવી જોઈએ.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news