TamilNadu elections પહેલા મોટા સમાચાર, શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત

શશિકલાએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેને હરાવવા માટે એઆઈએડીએમકેના કાર્યકર્તાઓને એક રહેવા માટે કહ્યું છે. સાથે કહ્યું કે, તે નક્કી કરવું જોઈએ કે તમિલનાડુ રાજ્યમાં એમજીઆરનું શાસન યથાવત રહેવું જોઈએ. 

Updated By: Mar 3, 2021, 09:57 PM IST
TamilNadu elections પહેલા મોટા સમાચાર, શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત

નવી દિલ્હીઃ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી (Tamil Nadu Assembly elections) પહેલા શશિકલાએ મોટી જાહેરાત કરી છે. રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત બાદ શશિકલાએ કહ્યુ કે, તેમણે ક્યારેય સત્તા કે પદની ઈચ્છા રાખી નથી. તે હંમેશા લોકોની ભલાઈ માટે કામ કરશે અને અમ્મા (જયલલિતા) એ જણાવેલા માર્ગનું અનુસરણ કરશે. 

શશિકલાએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેને હરાવવા માટે એઆઈએડીએમકેના કાર્યકર્તાઓને એક રહેવા માટે કહ્યું છે. સાથે કહ્યું કે, તે નક્કી કરવું જોઈએ કે તમિલનાડુ રાજ્યમાં એમજીઆરનું શાસન યથાવત રહેવું જોઈએ. 

શશિકલાએ કહ્યું કે, અમ્મા (જયલલિતા) એ કહ્યું હતું કે, તે (ડીએમકે) દુષ્ટ શક્તિઓ છે. અમ્માની કેડરે ડીએમકેને હરાવવા માટે કામ કરવું જોઈએ અને તે નક્કી કરવું જોઈએ કે અમ્માનું સૂવર્ણ શાસન આવે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે હું તમિલનાડુના લોકોની હંમેશા આભારી રહીશ. હું રાજનીતિથી દૂર રહેવા ઈચ્છુ છું, પરંતુ દુવા કરુ છું કે અમ્પા જેવું સ્વર્ણિમ શાસન બને. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube