હવે દેશમાં જોવા મળશે આધુનિક સ્કૂલ, પીએમ-શ્રી યોજનાને કેબિનેટની મંજૂરી

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં દેશભરમાં 14500 સ્કૂલોને અપગ્રેડ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. આ સ્કૂલોને પીએમ-શ્રી સ્કૂલ યોજના હેઠળ અપગ્રેડ કરવામાં આવશે. 
 

હવે દેશમાં જોવા મળશે આધુનિક સ્કૂલ, પીએમ-શ્રી યોજનાને કેબિનેટની મંજૂરી

નવી દિલ્હીઃ PM SHRI YOJNA: કેન્દ્રીય કેબિનેટે શિક્ષણ મંત્રાલયની 'પીએમ શ્રી' (PM SHRI) હેઠળ એક નવા પ્રોજેક્ટમાં સ્કૂલોને અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે. હકીકતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શિક્ષક દિવસ પર તેની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ દેશભરની 14,500 સ્કૂલોના વિકાસ અને કાયાકલ્પ કરવામાં આવશે. સાથે કેટલીક નવી સ્કૂલ બનાવવામાં આવશે. 

14500 સ્કૂલો થશે અપગ્રેડ
કેબિનેટની બેઠકમાં દેશભરમાં 14500 સ્કૂલોને અપગ્રેડ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. આ સ્કૂલોને પીએમ-શ્રી સ્કૂલ યોજના હેઠળ અપગ્રેડ કરવામાં આવશે. આ સ્કૂલોમાં કેન્દ્હીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોને પણ સામેલ કરવામાં આવશે. આ સિવાય કેબિનેટે રેલવેની જમીનને લોન્ગ ટર્મ માટે લીઝ પર ઉઠાવવાનો પણ નિર્ણય કર્યો છે. પીએમ ગતિ શક્તિ ફ્રેમવર્ક હેઠળ આ જમીનોનો ઉપયોગ કરવામાં આવશે. આ જમીનો પર આગામી 5 વર્ષમાં 300 કાર્ગો ટર્મિનલ વિકસિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આગામી 90 દિવસમાં પીએમ ગતિ શક્તિ યોજના પર અમલ કરવામાં આવશે. 

— ANI (@ANI) September 7, 2022

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે 27360 કરોડના ખર્ચથી 2022થી 2027 સુધી 14500 સ્કૂલોની ગુણવત્તાને વધારવામાં આવશે. આ હેઠળ દરેક બ્લોકમાં બે સ્કૂલોની ગુણવત્તા વધારવામાં આવશે. સ્કૂલોની પસંદગી રાજ્ય સરકારો સાથે વાતચીત બાદ કરવામાં આવશે. સ્કૂલની ગુણવત્તાને જોઈને કોઈપણ સ્કૂલની પસંદગી થશે. આ યોજનાનો મૂળ ઉદ્દેશ્ય છે કે સ્કૂલોમાં ગુણાત્મક વૃદ્ધિ થાય.

દેશભરના લાખો વિદ્યાર્થીઓને મળશે લાભ
પીએમ મોદીએ કહ્યુ હતુ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ  (National Education Policy) એ હાલના વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રમાં ફેરફાર કર્યો છે. વિશ્વાસ છે કે પીએમ-શ્રી યોજનાથી લાખો વિદ્યાર્થીઓને લાભ મળશે અને અભ્યાસના ક્ષેત્રમાં ખુબ મદદ મળશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શરૂ થઈ હતી. તેનો ઇરાદો સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ સિસ્ટમમાં સુધાર કરવાનો હતો, જેથી બાળકોને વધુ સુવિધા મળી શકે. પીએમ મોદીએ કહ્યુ કે પીએમ-શ્રી યોજના પણ સ્કૂલોમાં શિક્ષણ પ્રદાન કરવાની એક આધુનિક, પરિવર્તનકારી અને સમગ્ર રીત હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news