J&K: ભાજપ અને RSS નેતાઓની હત્યાના મામલે 3 આતંકીઓની ધરપકડ
પોલીસે કિશ્તવાડમાંથી 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે આ આતંકીઓના પકડાવવાથી ચાર કેસનો ઉકેલ લાવવાનો દાવો કર્યો છે. જેમાં આરએસએસ અને ભાજપના નેતાઓની હત્યા સંબંધિત મામલા પણ સામેલ છે.
Trending Photos
શ્રીનગર: પોલીસે કિશ્તવાડમાંથી 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે આ આતંકીઓના પકડાવવાથી ચાર કેસનો ઉકેલ લાવવાનો દાવો કર્યો છે. જેમાં આરએસએસ અને ભાજપના નેતાઓની હત્યા સંબંધિત મામલા પણ સામેલ છે.
જમ્મુ ઝોનના આઈજીપી મુકેશ સિંહે કહ્યું કે ગત એક વર્ષમાં કિશ્તવાડમાં આતંકીઓએ ચાર વારદાતને અંજામ આપ્યો. પોલીસની સતત કોશિશોના કારણે અમે ચારેય કેસનો ઉકેલ લાવ્યાં છીએ. જેમાં સીઆરપીએફ, આર્મી અને એનઆઈએ ટીમનો પણ સહયોગ મળ્યો છે.
તેમણે કહ્યું કે અમે આ મામલાઓમાં હજુ સુધી 3 લોકોની ધરપકડ કરી છે. તેમને ચંદ્રકાન્ત શર્મા, અને તેમના પીએસઓની હત્યાના મામલે પકડવામાં આવ્યાં છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક નિસાલ અહેમદ શેખ પણ છે. જે ભાજપના નેતા અનિલ પરિહારની હત્યાના કાવતરામાં સામેલ હતો અને તેમની હત્યા વખતે ઘટનાસ્થળે હાજર હતો.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે આ જ વર્ષના એપ્રિલ મહિનામાં કિશ્તવાડમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના એક નેતા અને તેમના અંગરક્ષકની હોસ્પિટલમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે ગત વર્ષ નવેમ્બરમાં ભાજપના નેતા અનિલ પરિહારની ગોળી મારીને હત્યા કરાઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે